VIDEO: બ્રાઈડન કાર્સને પોલીસે હાથકડી પહેરાવી હતી, હવે ECBએ બીજી ટેસ્ટ માટે ટીમમાંથી કર્યો બહાર
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ઈંગ્લેન્ડે સિરીઝની પહેલી મેચ ઈનિંગથી જીતી હતી અને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સિરીઝ માટે ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, તેને પહેલી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો કરવામાં આવ્યો. તેને કાઉન્ટી ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સમય દરમિયાન, તેને ડર્બીમાં પોલીસ દ્વારા હાથકડી પહેરાવવામાં આવ્યો હતો, જેના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો હતો.
પોલીસે હાથકડી પહેરાવી
ડર્બીમાં પોલીસે બ્રાઈડન કાર્સને હાથકડી પહેરાવી હતી અને લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. જોકે તેને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો અને તેની હોટલ પરત ફર્યો હતો, પરંતુ કાર્સેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. અહેવાલ અનુસાર, પોલીસે થોડા સમય માટે કાર્સેની અટકાયત કરી હતી. વીડિયોમાં બેન સ્ટોક્સ પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ ECBએ આ મામલાની નોંધ લીધી અને તપાસ શરૂ કરી.
24 ઓગસ્ટના રોજ, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે બ્રાઈડન કાર્સને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે આ મામલાની તપાસ ચાલી રહી છે. સોની બેકર તેનું સ્થાન લેશે. ક્રિકેટ નિયમનકાર, ECBએ પુષ્ટિ આપી છે કે તે શનિવારે રાત્રે ડર્બીમાં બનેલી ઘટનાઓની તપાસ કરશે. તપાસ પૂર્ણ ન થાય અને તમામ હકીકતો જાણી ન જાય ત્યાં સુધી બ્રાઇડન કાર્સને બીજી ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવશે. ઈંગ્લેન્ડે પહેલી મેચ એક ઈનિંગ અને 103 રનથી જીતી હતી. બીજી ટેસ્ટ 27 ઓગસ્ટથી લંડનમાં રમાશે.
ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ નાઈટક્લબ વિવાદોમાં ફસાયેલા છે
ઈંગ્લેન્ડના ઘણા સ્ટાર ખેલાડીઓ અત્યાર સુધી નાઈટક્લબ વિવાદોમાં ફસાયેલા છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જીત્યા પછી, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન નાઈટક્લબની બહાર રગ્બી ખેલાડી સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. ECBએ કડક કાર્યવાહી કરી, સ્ટોક્સ અને એટકિન્સનને બીજી ટેસ્ટમાંથી બહાર કર્યા હતા. ત્યારબાદ સ્ટોક્સે ત્રીજી મેચ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી. એશિઝ સિરીઝની શરૂઆતમાં, ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ સિરીઝના મધ્ય વિરામ દરમિયાન નૂસામાં ખૂબ જ નશાની હાલતમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, હેરી બ્રુક પણ નાઈટક્લબ વિવાદમાં ફસાઈ ગયો છે.

