મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

WI vs SA: એક જ મેચમાં 11 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થવા છતાં ના તૂટ્યો ટેસ્ટનો આ વર્લ્ડ રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા હોય છે. આજે એવા

WI vs SA: એક જ મેચમાં 11 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થવા છતાં ના તૂટ્યો ટેસ્ટનો આ વર્લ્ડ રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા હોય છે. આજે એવા શરમજનક રેકોર્ડની વાત કરવી છે જેને ભાગ્યે જ કોઈ ટીમ તોડવાનું પસંદ કરશે. ટીમો સંયુક્ત રીતે 14 વખત આ રેકોર્ડ સુધી પહોંચી છે, પરંતુ કોઈ તેને તોડી શક્યું નથી. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓનો આ રેકોર્ડ છે.

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ રમાઈ હતી. જેમાં બંને ટીમોના કુલ 11 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટેસ્ટ મેચમાં સંયુક્ત રીતે સૌથી વધુ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાં 11 ખેલાડીઓના શૂન્ય પર આઉટ થવાની આ કુલ 14મી ઘટના છે. 

જણાવી દઈએ કે ક્રિકેટના ઈતિહાસમાં 30 ઓગસ્ટ 1988ના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં સૌથી વધુ 11 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી આવી ઘટના 13 વખત બની છે. પરંતુ ક્યારેય કોઈ ટેસ્ટ મેચમાં 11 થી વધુ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા નથી.

ટેસ્ટ મેચમાં સૌથી વધુ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ

મેચ તારીખ શૂન્ય પર આઉટ થનારાની સંખ્યા
ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા 30 ઓગસ્ટ 1888 11
ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ 5 માર્ચ 1904 11
દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ 1 જાન્યુઆરી 1914 11
ભારત વિ ઓસ્ટ્રેલિયા 2 ઓક્ટોબર 1964 11
ભારત vs શ્રીલંકા 23 નવેમ્બર 1990 11
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ 27 ફેબ્રુઆરી 1998 11
વેસ્ટ ઈન્ડિઝ vs ઓસ્ટ્રેલિયા 5 માર્ચ 1999 11
વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે 16 માર્ચ 2000 11
શ્રીલંકા vs ઈંગ્લેન્ડ 15 માર્ચ 2001 11
શ્રીલંકા vs વેસ્ટ ઈન્ડિઝ 21 નવેમ્બર 2001 11
ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા 20 જૂન 2014 11
વેસ્ટ ઈન્ડિઝ વિ બાંગ્લાદેશ 12 જુલાઈ 2018 11
બાંગ્લાદેશ vs શ્રીલંકા 23 મે 2022 11
વેસ્ટ ઈન્ડિઝ vs દક્ષિણ આફ્રિકા 15 ઓગસ્ટ 2024 11


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ 

જણાવી દઈએ કે, ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પણ 97 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. મેચમાં પહેલા દિવસે કુલ 17 વિકેટ પડી હતી. જોકે આ પછી આફ્રિકાની ટીમે બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી.

બીજા દિવસે યજમાન ટીમ 144 રનમાં ઓલઆઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાને માત્ર 16 રનની લીડ મળી હતી. આ પછી બીજા દાવમાં 246 રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સ્કોરને ચેઝ કરતાં યજમાન ટીમ 222 રન સુધી જ સિમિત રહી હતી અને દક્ષિણ આફ્રિકાએ 40 રનથી મેચ જીતી લીધી હતી. વિયાન મુલ્ડરને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે કેશવ મહારાજ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા હતા.

આ સમાચાર શેર કરો