VIDEO: 2027ના વર્લ્ડ કપ પહેલા ટેન્શનમાં આવ્યું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, હેડ કોચે ICC પાસે આ નિયમ બદલવાની માંગ કરી
ઓસ્ટ્રેલિયાના હેડ કોચ એન્ડ્રુ મેકડોનલ્ડ ઈચ્છે છે કે ICC 2027ના વર્લ્ડ કપ માટે મોટી સ્કવોડને મંજૂરી આપે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પીડાઈ રહ્યું છે. જોશ હેઝલવુડ વારંવાર ઈજાઓથી પીડાઈ રહ્યો છે અને 2027ના વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ વ્યસ્ત છે.
આગામી વર્લ્ડ કપ ત્રણ દેશોમાં રમાવાનો છે. આ વખતે 14 ટીમો વર્લ્ડ કપમાં ભાગ લેશે અને ફોર્મેટ સંપૂર્ણપણે અલગ છે. મેકડોનલ્ડ માને છે કે ICC એ ટીમોમાં ખેલાડીઓની સંખ્યામાં વધારો કરવાની મંજૂરી આપવી જોઈએ. નોંધનીય છે કે બધી ટીમોએ ICC ટુર્નામેન્ટ માટે 15 ખેલાડીઓની સ્કવોડની જાહેરાત કરવી જરૂરી છે.
2027ના વર્લ્ડ કપ માટે નવું ફોર્મેટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાહેરાત કરી છે કે 2027નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે રમાશે. 14 ટીમો ભાગ લેશે. નવું ફોર્મેટ તદ્દન અલગ છે. ગ્રુપ સ્ટેજ પહેલા સુપર સિરીઝ, ત્યારબાદ સુપર 7 રાઉન્ડ, ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ રમાશે. 2023ના 10 ટીમોના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ 11 મેચ રમ્યા પછી ટાઈટલ જીત્યું હતું, પરંતુ 2027માં, વિજેતા ટીમે ઓછામાં ઓછી 13 મેચ રમવાની રહેશે. જો કેટલીક ટીમો સારું પ્રદર્શન કરે છે, તો ફાઈનલિસ્ટને 15 મેચ રમવાની જરૂર પડી શકે છે.
એન્ડ્રુ મેકડોનાલ્ડે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું
એન્ડ્રુ મેકડોનલ્ડે કહ્યું, "વર્લ્ડ કપ ક્રિકેટમાં સૌથી મોટી ઈવેન્ટ છે, તેથી સ્કવોડના કદને ધ્યાનમાં લેવું મહત્ત્વપૂર્ણ છે." 2023ના વર્લ્ડ કપનું ઉદાહરણ આપતા, તેણે જણાવ્યું કે, "15 સભ્યોની ટીમમાં ઈજાઓ સમસ્યારૂપ બની શકે છે. જો શરૂઆતની મેચોમાં બે કે ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય છે, તો ટીમ પાસે પસંદગી માટે ફક્ત 12 કે 13 ખેલાડીઓ બાકી રહે છે. પરિસ્થિતિ દરેક દેશમાં બદલાય છે, જેના કારણે યોગ્ય સંતુલન બનાવવું મુશ્કેલ બને છે. 2023માં ન્યુઝીલેન્ડને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો."
પાછલો ઈજાનો અનુભવ
ઓસ્ટ્રેલિયા 2019 અને 2023 ODI વર્લ્ડ કપ તેમજ ઘણા T20 વર્લ્ડ કપમાં ઈજાઓનો સામનો કરી ચૂક્યું છે. 2023માં, સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં આંગળીની ઈજાને કારણે ઘણી ગ્રુપ મેચો ચૂકી ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ રિપ્લેસમેન્ટ નહતો રાખ્યો અને 14 ફિટ ખેલાડીઓમાંથી પ્લેઈંગ ઈલેવન પસંદ કરવા પડ્યા હતા.

