Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CWG 2026 / Golden boy Neeraj Chopra will make history on this day, note the date and time

CWG 2026 / આ દિવસે ઈતિહાસ રચવા ઉતરશે ગોલ્ડન બોય નીરજ ચોપરા, નોટ કરી લો તારીખ અને સમય

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
CWG 2026 / આ દિવસે ઈતિહાસ રચવા ઉતરશે ગોલ્ડન બોય નીરજ ચોપરા, નોટ કરી લો તારીખ અને સમય
સોર્સ : gstv

ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે અને 10થી વધુ મેડલ જીત્યા છે. તેની શરૂઆત ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતીને કરી હતી. મીરાબાઈ ચાનુ અને શર્મિલા ધનખડે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે, બધાની નજર ગોલ્ડન બોય નીરજ ચોપરા પર છે. તે પણ ગોલ્ડ જીતે તેવી અપેક્ષા છે. નીરજ પોતે આ વખતે ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગશે. ભારતીય ફેન્સ મનપસંદ સ્ટાર નીરજ ચોપરાને જોવા માટે ઉત્સુક હશે. ચાલો તમને જણાવીએ કે તેનો મુકાબલો ક્યારે અને કયા દિવસે થશે.

App Store

8 વર્ષ પછી વાપસી

2026 કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. નીરજ ચોપરા 8 વર્ષ પછી વાપસી કરી રહ્યો છે. ઈજાને કારણે તે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહતો લઈ શક્યો. તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

નીરજ ચોપરાનો મુકાબલો ક્યારે થશે?

2026 કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ અને પેરા-એથ્લેટિક્સ ઈવેન્ટ્સ 27 જુલાઈથી શરૂ થઈ હતી અને 2 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારતીય સ્ટાર નીરજ ચોપરા 30 જુલાઈના રોજ જેવલિન થ્રો ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. નીરજ ઉપરાંત, યશવીર સિંહ અને રોહિત યાદવ પણ મેન્સ જેવલિન થ્રોમાં મેડલ માટે સ્પર્ધા કરશે.

જેવલિન થ્રો ક્વોલિફિકેશન રાઉન્ડ 30 જુલાઈના રોજ બપોરે 2:55 વાગ્યે શરૂ થશે. નીરજ ચોપરા પણ તે જ સમયે રમતમાં હશે. પાકિસ્તાનનો અરશદ નદીમ પણ મેડલનો મજબૂત દાવેદાર છે. તેથી, બંને એથ્લેટ્સ વચ્ચેની મેચ પર વિશ્વભરના ફેન્સની નજર હશે.

ફાઇનલ ક્યારે થશે?

જો નીરજ ચોપરા અને અન્ય ભારતીય એથ્લેટ્સ ક્વોલિફાય થાય છે, તો ફાઈનલ 31 જુલાઈના રોજ રાત્રે 12:45 વાગ્યે (1 ઓગસ્ટ) રમાશે. આનો અર્થ એ થયો કે ભારતીય ફેન્સે નીરજની ફાઈનલ મેચ જોવા માટે ઊંઘ બગાડવી પડી શકે છે.

નીરજ ચોપરા એક મજબૂત દાવેદાર છે

નીરજ ચોપરાએ 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ફાઈનલમાં 86.47 મીટરના બેસ્ષ્ઠટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફેન્સ આ વખતે પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જેવલિન થ્રોમાં નીરજનો વ્યક્તિગત શ્રેષ્ઠ 90.23 મીટર છે. ગયા વર્ષે, તેણે દોહા ડાયમંડ લીગમાં પ્રથમ વખત 90-મીટરનો આંકડો તોડીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.