ડેવિડ વોર્નરને નહીં મળે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની તક, ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટરે કર્યું કન્ફર્મ
ડેવિડ વોર્નરે એક પછી એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ગયા વર્ષ

ડેવિડ વોર્નરે એક પછી એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સામે રમાયેલી સિરીઝ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ પછી, ડેવિડ વોર્નરે આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ 2024 T20 વર્લ્ડ કપ પછી, તેણે આ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. વોર્નરે થોડા દિવસ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ચીફ સિલેક્ટર બેઈલીએ કહ્યું છે કે તેને આ માટે પસંદ કરવામાં આવશે નહીં.
બેઈલીએ કહ્યું, “અમારી સમજ એ છે કે ડેવિડે નિવૃત્તિ લીધી છે અને ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ કારકિર્દી માટે તેની પ્રશંસા થવી જોઈએ. અમારી યોજના એવી છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં નહીં હોય. મને લાગે છે કે તે થોડી મજા કરી રહ્યો છે. તેની કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે જે પણ કર્યું છે. તે અદ્ભુત છે. હવે અમે કેટલાક અન્ય ખેલાડીઓને અલગ-અલગ ફોર્મેટમાં અજમાવીશું. આ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યું છે."
થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયા માટે રમવા માંગે છે. વોર્નરે લખ્યું, "હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. જો પસંદગીકારો મને ટીમમાં સ્થાન આપે તો હું ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પણ ઉપલબ્ધ છું."






