CWG 2026 / ગોલ્ડ મેડલ પર નીરજ ચોપરાની નજર, જેવલિન થ્રોની ફાઈનલમાં પહોંચ્યા 3 ભારતીય એથ્લેટ્સ

30 જુલાઈના રોજ બે વખતનો ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે એક્શનમાં હતો. તેણે જેવલિન થ્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું. તેના ઉપરાંત, બે અન્ય ભારતીય જેવલિન થ્રોઅરે પણ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. નીરજ મેચમાં ઉત્સાહિત દેખાતો હતો. ત્રણેય ભારતીય એથ્લીટ ટોપ 12માં પ્રવેશ્યા અને ભારતની મેડલ આશાઓ પર ખરા ઉતર્યા. હવે, નીરજ ઉપરાંત, બે વધુ ભારતીય એથ્લેટ્સ પાસેથી ફાઈનલમાં ઘણી અપેક્ષા છે.
નીરજનું પ્રભાવશાળી પ્રદર્શન
2018 કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ વિજેતા નીરજ કોમનવેલ્થ ગેમ્સ 2026માં 79.61 મીટરનો પોતાનો શ્રેષ્ઠ થ્રો કર્યો, ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા સ્થાને રહ્યો. રોહિત યાદવ અને યશવીર સિંહે પણ ટોપ 12માં સ્થાન મેળવ્યું. રોહિતે 78.37 મીટર થ્રો કર્યો, જ્યારે યશવીરે 78.36 મીટર થ્રો કર્યો. રોહિત નવમા સ્થાને રહ્યો, જ્યારે યશવીરે દસમા સ્થાને રહ્યો. આ સાથે, ત્રણ ભારતીય ખેલાડીઓ ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં જેવલિન થોની ફાઈનલ માટે ક્વોલિફાય થયા.
આ 12 ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા
રુમેશ પાથિરાજ (SRI) – 82.84 મીટર
એન્ડરસન પીટર્સ (GRE) – 81.29 મીટર
ડાઉ સ્મિથ (RSA) – 80.64 મીટર
બેન ઈસ્ટ (ENG) – 80.38 મીટર
નીરજ ચોપરા (IND) – 79.61 મીટર
કેમેરોન મેકિન્ટાયર (AUS) – 78.91 મીટર
અરશદ નદીમ (PAK) – 78.63 મીટર
કીશોન સ્ટ્રેચન (BAH) – 78.60 મીટર
રોહિત યાદવ (IND) – 78.37 મીટર
યશવીર સિંહ (IND) – 78.36 મીટર
કેશોર્ન વોલકોટ (TTO) – 78.26 મીટર
ચિનેચેરેમ નનામડી (NIG) – 75.27 મીટર

