મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: CSK vs RCBની મેચ વરસાદમાં ધોવાશે, તો કઇ ટીમ કરશે ક્વોલિફાય

IPL 2024ના પ્લેઓફમાં ત્રણ ટીમો પહોંચી ચૂકી છે. હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે રસાકસી જામશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુ

IPL 2024: CSK vs RCBની મેચ વરસાદમાં ધોવાશે, તો કઇ ટીમ કરશે ક્વોલિફાય

IPL 2024ના પ્લેઓફમાં ત્રણ ટીમો પહોંચી ચૂકી છે. હવે એક સ્થાન માટે બે ટીમો વચ્ચે રસાકસી જામશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે શનિવારે મેચ રમાશે. આ મેચ જે ટીમ જીતશે તે પ્લેઓફની દાવેદારી રજૂ કરશે. જો વરસાદના કારણે આ મેચ રદ થશે તો કોને ફાયદો થશે? 

ચેન્નાઈની પાસે 14 પોઈન્ટ્સ છે. જેનો નેટ રન રેટ +0.528 છે. બેંગલુરૂ પાસે 12 પોઈન્ટ્સ છે. તેનો નેટ રન રેટ +0.387 છે. જો આ મેચ ચેન્નાઈ જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જોકે, આરસીબીએ આ મેચ મોટા અંતરે જીતવી પડશે. તેનાથી તેનો નેટ રન રેટ સીએસકેથી વધુ થશે અને તે પ્લેઓફની દાવેદારી રજૂ કરી શકશે.

જો વરસાદના કારણે મેચ રદ થઈ તો કોને ફાયદો મળશે

આરસીબી અને સીએસકેની મેચમાં વરસાદની શક્યતા છે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ તો તેનો ફાયદો ચેન્નાઈને થશે. મેચ રદ્દ થવા પર બંને ટીમોને 1-1 પોઈન્ટ મળી જશે. પરિણામે ચેન્નાઈની પાસે 15 પોઈન્ટ્સ થઈ જશે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી દેશે. આરસીબીના 13 પોઈન્ટ્સ થઈ જશે. જે એલિમિનેટ થઈ જશે. 

ગુજરાત, પંજાબ અને મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર 

ગુજરાત, પંજાબ અને મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. દિલ્હીની પાસે 14 પોઈન્ટ્સ છે પરંતુ તેનો નેટ રન રેટ માઈનસમાં છે. લખનૌની એક મેચ બાકી છે. તેની પાસે 12 પોઈન્ટ્સ છે. મહત્ત્વનું છે કે લખનઉ ટીમની નેટ રન રેટ પણ માઈનસમાં છે. કેકેઆર, રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો