મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કોચે મેચની વચ્ચે કર્યો ઈશારો અને મેદાનમાં ઢળી પડ્યો ગુલબદીન, સેમિફાઇનલની જંગમાં જોવા મળ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા

સેમિફાઇનલ મેચ માટે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્

કોચે મેચની વચ્ચે કર્યો ઈશારો અને મેદાનમાં ઢળી પડ્યો ગુલબદીન, સેમિફાઇનલની જંગમાં જોવા મળ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા

સેમિફાઇનલ મેચ માટે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાન મેચ જીતવા માટે કોઈપણ હદ સુધી જાય તેવું લાગી રહ્યું હતું. રોમાંચક જંગ વચ્ચે અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ગુલબદીને કોચની સૂચના પર એવું કામ કર્યું કે, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગુલબદીન મેચની વચ્ચે ઉભો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો અને તેના હાથમાં ઈજા થઈ હતી. પરંતુ થોડા સમય બાદ તે મેદાનમાં ફાસ્ટ બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ફાસ્ટ બોલરના આ ડ્રામાએ અફઘાનિસ્તાનને પહેલી વખત સેમિફાઈનલમાં લઈ જવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કોચ જોનાથન ટ્રોટે આપ્યો હતો સંકેત

પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમે વરસાદ વચ્ચે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ રાશિદ ખાને પોતાની સ્પિનનો જાદુ બતાવીને મેચમાં જીવનદાન આપ્યું હતું. પરંતુ લિટન દાસે અફઘાનિસ્તાનનો દમ મક્કમ રાખ્યો હતો. માત્ર વરસાદની આશા જ અફઘાનિસ્તાનને પરત લાવી શકે તેમ હતી. જેના કારણે કોચ જોનાથન ટ્રોટે ખેલાડીઓને મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. આ જોયા બાદ ગુલબદીન નાયબ સ્લિપ પર ઉભા રહીને ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવા લાગ્યો. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/SportsProd37/status/1805457637489742058

અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો

અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે 8 રનથી રોમાંચક જીત નોંધાવી હતી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થયું છે. અફઘાનિસ્તાનની આ જીત બાદ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાંથી સફાયો થઈ ગયો છે. અફઘાનિસ્તાન અને ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ-1માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. હવે અફઘાનિસ્તાનનો મુકાબલો ભારતીય સમય મુજબ 27 જૂને સવારે સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે થશે.

રાશિદ-નવીન ઉલ હકનું કમાલ

વરસાદના કારણે બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ટીમ તરફથી નવીન ઉલ હક અને રાશિદ ખાને 4-4 વિકેટ ઝડપી હતી. લિટન દાસ બાંગ્લાદેશનો ટ્રબલ-શૂટર સાબિત થઈ રહ્યો હતો. પરંતુ એક છેડેથી વિકેટો પડતી રહી. લિટન દાસે 54 રનની અણનમ ઈનિંગ રમી હતી પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં સફળ થઈ શક્યો નહોતો. બાંગ્લાદેશની ટીમ માત્ર 105 રનના સ્કોરમાં જ સીમિત થઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો