Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Chris Woakes talk about the pain he felt in Oval Test

'એવું લાગ્યું કે મારો ખભો...', ક્રિસ વોક્સે ઓવલ ટેસ્ટમાં થયેલા દુખાવા વિશે કરી વાત, કહ્યું- 'ગિલના શબ્દોએ દિલ જીત્યું'

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'એવું લાગ્યું કે મારો ખભો...', ક્રિસ વોક્સે ઓવલ ટેસ્ટમાં થયેલા દુખાવા વિશે કરી વાત, કહ્યું- 'ગિલના શબ્દોએ દિલ જીત્યું'
સોર્સ : ESPNcricinfo

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે ઓવલ ખાતે ભારત સામે રમાયેલી પાંચમી ટેસ્ટના છેલ્લા દિવસ વિશે ખુલીને વાત કરી. તેણે છેલ્લા દિવસે ખભાની ગંભીર ઈજા છતાં બેટિંગ કરી હતી. વોક્સે તે ક્ષણે પોતાને થયેલા દુખાવા અને લાગણીઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ભારતના કેપ્ટન શુભમન ગિલે તેની હિંમતની પ્રશંસા કરી હતી.

App Store

વોક્સે કહ્યું, "પહેલો શોટ સૌથી પીડાદાયક હતો. મેં ફક્ત કોડીન લીધું હતું અને મારા ખભામાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેમ છતાં, જ્યારે મેં રન લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે હું આદત મુજબ દોડ્યો, મારો હાથ બંધાયેલો હતો. પરંતુ તે સમયે, મને ખરેખર એવું લાગ્યું કે મારો ખભો ડિસ્લોકેટેડ ન થઈ ગઈ હોય. તેથી જ તમે મને હેલ્મેટ ફેંકતા, દાંતથી ગ્લોવ્ઝ કાઢીને મારા ખભાને ચેક કરતા જોયો હશે."

અંતે, એટકિન્સન બોલ્ડ થઈ ગયો અને વોક્સને રમવાની તક ન મળી. તેમ છતાં પ્રેક્ષકો ઉભા થયા અને તાળીઓ પાડી, ભારતીય ટીમે પણ સન્માન દેખાડ્યું. મેચ પછી, શુભમન ગિલ પોતે વોક્સ પાસે ગયો હતો.

શુભમન ગિલે ક્રિસ વોક્સને શું કહ્યું?

વોક્સે કહ્યું, "શુભમને મને કહ્યું તે ખૂબ જ બહાદુર હતું. મેં તેને જવાબ આપ્યો તમારી સિરીઝ શાનદાર હતી, ખૂબ જ સારી રીતે રમી, અને તમારી ટીમને પણ શ્રેય."

વોક્સે એમ પણ કહ્યું કે, "હું હજુ પણ ખૂબ જ નિરાશ છું કે મને અપેક્ષા મુજબનું ફિનિશ ન મળ્યું. પરંતુ મેં ક્યારેય મેદાનમાં ન જવાનો વિચાર નહતો કર્યો, ભલે જીત માટે 100 રન બાકી હોય. પ્રેક્ષકોની તાળીઓથી મને સારું લાગ્યું અને કેટલાક ભારતીય ખેલાડીઓ પણ સન્માન આપવા માટે નજીક આવ્યા, પરંતુ જો તે કોઈ બીજું હોત, તો તેણે પણ એવું જ કર્યું હોત. તમે મેચ નવ વિકેટ પર છોડી નથી શકતા."

ઓવલ ટેસ્ટમાં વોક્સ કેવી રીતે ઘાયલ થયો?

ક્રિસ વોક્સને પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી અને તે પછી તેણે મેચમાં ભાગ નહતો લીધો. પરંતુ જ્યારે ઈંગ્લેન્ડે નવ વિકેટ ગુમાવી દીધી અને જીત માટે 17 રનની જરૂર હતી, ત્યારે વોક્સ ખભા પર પાટો બાંધીને મેદાનમાં આવ્યો અને ઓવલના પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. તે ગસ એટકિન્સનને સપોર્ટ આપવા આવ્યો હતો.