T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ: શિવમ દુબેનો સમાવેશ થઇ શકે
IPLમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીમાં રમાયેલી મેચ બાદ B

IPLમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીમાં રમાયેલી મેચ બાદ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને રોહિત શર્માની એક અનઓફિશિયલ મીટિંગ થઇ હતી. મીટિંગમાં ICC ટી-20 વર્લ્ડકપ 2024 ટીમની પસંદગીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગ બાદ BCCI સિલેક્શન કમિટીના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રિષભ પંત અને કેએલ રાહુલને વિકેટ કીપરના રૂપમાં ICC ટી-20 વર્લ્ડકપ 2024ની ટીમ માટે પસંદ કરવાની સંભાવના વધારે છે. ચેન્નાઇ સુપરકિંગ્સના ઓલ રાઉન્ડર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
રિષભ પંતે આ સિઝનમાં 371 રન બનાવ્યા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અકસ્માત બાદ IPL 2024માં ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. રિષભ પંતે આ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. રિષભ પંતે 10 મેચમાં 46.38ની એવરેજ અને 160.60ના સ્ટ્રાઇક રેટ સાથે 371 રન બનાવ્યા છે. રિષભ પંત ઓરેન્જ કેપની યાદીમાં ટોપ-6માં સામેલ છે.
સારા ફોર્મમાં છે રાહુલ
લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ વર્તમાન IPLમાં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ વિકેટ કીપર બેટ્સમેને 9 મેચમાં 42ની એવરેજ અને 144.27ના સ્ટ્રાઇક રેટ સાથે 378 રન બનાવ્યા છે.
શિવમ દુબે પણ સારા ફોર્મમાં
શિવમ દુબેએ ચેન્નાઇ સુપર કિગ્સ તરફથી સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. શિવમ દુબેએ 9 મેચમાં 172.41ના સ્ટ્રાઇક રેટ સાથે 350 રન બનાવ્યા ચે. આ દરમિયાન તેને 3 અડધી સદી પણ ફટકારી છે.
ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે
આ વખતે ટી-20 વર્લ્ડકપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઇનલ મેચ 29 જૂને વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.
ટી-20 વર્લ્ડકપમાં ભારતનો કાર્યક્રમ
5 જૂન- ભારત વિરૂદ્ધ આયરલેન્ડ
9 જૂન- ભારત વિરૂદ્ધ પાકિસ્તાન
12 જૂન- ભારત વિરૂદ્ધ અમેરિકા
15 જૂન- ભારત વિરૂદ્ધ કેનેડા
ટી-20 વર્લ્ડકપમાં સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, શિવમ દુબે, રિન્કુ સિંઘ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ટી.નટરાજન, સૂર્યકુમાર યાદવ








