મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કેપ્ટન ઈનિંગ: 8 છગ્ગા, 41 બોલમાં 92 રન... રોહિત બન્યો સિક્સર કિંગ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હર

કેપ્ટન ઈનિંગ: 8 છગ્ગા, 41 બોલમાં 92 રન... રોહિત બન્યો સિક્સર કિંગ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ મેચમાં 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જો કે તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો, પરંતુ તેણે 41 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 8 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. રોહિતની આ ઇનિંગ અને મેચ જીત્યા બાદ રેકોર્ડ્સનો સિલસિલો શરૂ થયો છે.

રોહિત બન્યો સિક્સર કિંગ, બનાવ્યા અનેક શાનદાર રેકોર્ડ


રોહિતે T20 ઈન્ટરનેશનલમાં પોતાની 200 સિક્સર પૂરી કરી લીધી છે અને વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. રોહિતે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.રોહિત ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પછાડ્યો છે.

T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રનનો રેકોર્ડ


4165 રન - રોહિત શર્મા (ભારત)
4145 રન - બાબર આઝમ (પાકિસ્તાન)
4103 રન - વિરાટ કોહલી (ભારત)
3601 રન - પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ)
3531 રન - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ)

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ


200 - રોહિત શર્મા (ભારત)
173 - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ)
137 - જોસ બટલર (ઇંગ્લેન્ડ)
134 - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)
132 - નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ)

કેપ્ટન તરીકે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ


48 જીત - રોહિત શર્મા (60 મેચ)
48 જીત - બાબર આઝમ (85 મેચ)
45 જીત - બ્રાયન મસાબા (60 મેચ)
44 જીત - ઓન મોર્ગન (72 મેચ)


T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ


12 - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડરબન 2007
18 - કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ 2021
19 - રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઇલેટ 2024

T20 વર્લ્ડ કપમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર


101 - સુરેશ રૈના વિ દક્ષિણ આફ્રિકા - ગ્રોસ આઈલેટ (2010)
92 - રોહિત શર્મા વિ ઓસ્ટ્રેલિયા - ગ્રોસ આઈલેટ (2024)
89* - વિરાટ કોહલી વિ વેસ્ટ ઈન્ડિઝ - વાનખેડે (2016)
82* - વિરાટ કોહલી વિ ઓસ્ટ્રેલિયા - મોહાલી (2022)
82* - વિરાટ કોહલી વિરુદ્ધ પાકિસ્તાન - મેલબોર્ન (2022)


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા


130 - ક્રિસ ગેલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
130* - રોહિત શર્મા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
88 - રોહિત શર્મા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
87 - ક્રિસ ગેલ વિ. ન્યુઝીલેન્ડ
86 - શાહિદ આફ્રિદી વિ. શ્રીલંકા

આ સમાચાર શેર કરો