મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મેક્કુલમ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટનો કોચ બન્યો, હવે ODI-T20માં 'બેઝબોલ'નો રંગ જોવા મળશે 

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમને બેવડી જ

મેક્કુલમ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટનો કોચ બન્યો, હવે ODI-T20માં 'બેઝબોલ'નો રંગ જોવા મળશે 

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમને બેવડી જવાબદારી સોંપી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ મંગળવારે મેક્કુલમની વ્હાઇટ-બોલ ટીમના મુખ્ય કોચ તરીકે પણ નિમણૂક કરી છે. જે જાન્યુઆરી 2025થી નવી જવાબદારી સંભાળશે.

બ્રેન્ડન મેક્કુલમે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની માનસિકતા બદલી નાખી છે કારણ કે હવે ટીમના ખેલાડીઓ વનડે મેચની જેમ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળે છે. નવા કોચ તરીકેની નિમણૂક અંગે મેક્કુલમે કહ્યું, "હું આ નવો પડકાર સ્વીકારવા તૈયાર છું. હું કેપ્ટન જોસ બટલર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું અને ટીમનો પાયો મજબૂત કરવા માટે પહેલાથી જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે."

મેક્કુલમ વર્ષ 2027ના અંત સુધી ઈંગ્લેન્ડ ટીમના કોચ રહેશે

ન્યૂઝીલેન્ડ ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લિશ ટેસ્ટ ટીમના કોચ બન્યા બાદ ટીમે પોતાની રમત બદલી નાખી છે. કોચ મેક્કુલમ અને કેપ્ટન સ્ટોક્સની જોડીએ ઈંગ્લેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં એક અલગ જ સ્ટેજ પર પહોંચાડ્યું છે. હવે 2025થી ઈંગ્લેન્ડની ODI અને T20 ટીમોમાં 'બેઝબોલ' રંગ ઉમેરશે. તમને જણાવી દઈએ કે નવા કરાર મુજબ મેક્કુલમ વર્ષ 2027ના અંત સુધી ઈંગ્લેન્ડ ટીમના કોચ રહેશે.

આ સમાચાર શેર કરો