Naman Awards / રાહુલ દ્રવિડથી લઈને ગિલ-હર્ષિત સુધી આ ખેલાડીઓના થશે સન્માન, જાણો એવોર્ડ્સ વિજેતાઓની સંપૂર્ણ યાદી

ભારતીય ક્રિકેટમાં વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે BCCI દ્વારા 'નમન એવોર્ડ્સ 2026' નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારતીય ક્રિકેટના 'ધ વોલ' કહેવાતા રાહુલ દ્રવિડ અને પૂર્વ દિગ્ગજ રોજર બિન્નીને પ્રતિષ્ઠિત 'કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી નવાજવામાં આવશે.
રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજનું સન્માન
રોજર બિન્ની: 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો અને BCCIના પૂર્વ અધ્યક્ષ રોજર બિન્નીને રમત અને વહીવટમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરાશે.
રાહુલ દ્રવિડ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,000થી વધુ રન બનાવનાર અને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતાડનાર હેડ કોચ રાહુલ દ્રવિડને ખાસ સન્માન મળશે.
મિતાલી રાજ: મહિલા ક્રિકેટની ઓળખ બદલનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજને 'BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' આપવામાં આવશે.
શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાનો દબદબો
યુવા બેટ્સમેન શુભમન ગિલને પુરૂષ વર્ગમાં વર્ષ 2024-25ના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે 'પોલી ઉમરીગર ટ્રોફી' એનાયત કરવામાં આવશે. જ્યારે મહિલા વર્ગમાં સ્મૃતિ મંધાના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર થઈ છે. હર્ષિત રાણા (પુરુષ) અને શ્રી ચરણી (મહિલા) ને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
યુવા અને ઘરેલું પ્રતિભાઓ
જગમોહન દાલમિયા ટ્રોફી: શેફાલી વર્મા (સીનિયર મહિલા વનડે) અને ઈરા જાધવ (જૂનિયર).
માધવરાવ સિંધિયા પુરસ્કાર: રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ હર્ષ દુબે (એલીટ) અને સૌથી વધુ રન યશ રાઠોડે (એલીટ) નોંધાવી છે.
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: કૂચ બિહાર અને સી.કે. નાયડુ ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનાર વિક્કી ઓસ્તવાલ અને નિત્ય પંડ્યા જેવા ખેલાડીઓનું સન્માન થશે.
આ કાર્યક્રમમાં તાજેતરમાં ICC ટ્રોફી જીતનાર ભારતીય ટીમોનું પણ અભિવાદન કરવામાં આવશે. જોકે, આ વખતે વિજેતા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા કે સૂર્યકુમાર યાદવના નામ સામેલ નથી.
BCCI નમન એવોર્ડ્સના વિજેતાઓની સંપૂર્ણ યાદી
પોલી ઉમરીગર એવોર્ડ (શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટર): શુભમન ગિલ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર: સ્મૃતિ મંધાના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ): હર્ષિત રાણા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા): શ્રી ચરણી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન (મહિલા): સ્મૃતિ મંધાના વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ (મહિલા): દીપ્તિ શર્મા
ઘરેલું ક્રિકેટ એવોર્ડ્સ (સીનિયર)
લાલા અમરનાથ પુરસ્કાર (રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર): હર્ષ દુબે (વિદર્ભ) લાલા અમરનાથ પુરસ્કાર (સીમિત ઓવર્સની ઘરેલું સ્પર્ધામાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર): આયુષ મ્હાત્રે (મુંબઈ) માધવરાવ સિંઘિયા પુરસ્કાર (રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન - એલીટ ગ્રુપ): યશ રાઠોડ (વિદર્ભ) માધવરાવ સિંઘિયા પુરસ્કાર (રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન - પ્લેટ ગ્રુપ): સ્નેહલ કૌથંકર (ગોવા) માધવરાવ સિંઘિયા પુરસ્કાર (રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ - એલીટ ગ્રુપ): હર્ષ દુબે (વિદર્ભ) માધવરાવ સિંઘિયા પુરસ્કાર (રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ - પ્લેટ ગ્રુપ): જગદીશ સુચિત (નાગાલેન્ડ)
જગમોહન દાલમિયા ટ્રોફી
શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સીનિયર ઘરેલું - વનડે): શેફાલી વર્મા (હરિયાણા) શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (જૂનિયર ઘરેલું): ઇરા જાદવ (મુંબઈ) વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ રન (એલીટ ગ્રુપ): શાંતનુ સિંહ (ઉત્તર પ્રદેશ) વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ રન (પ્લેટ ગ્રુપ): પ્રીતમ રાજ (બિહાર) વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (એલીટ ગ્રુપ): યશવર્ધન સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ) વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (પ્લેટ ગ્રુપ): કિશન સરકાર (ત્રિપુરા)
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી
કર્મલ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ રન (એલીટ ગ્રુપ): મેકનીલ એચ.એન. (કર્ણાટક) કર્મલ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ રન (પ્લેટ ગ્રુપ): આર. જશવંત શ્રીરામ (પુડુચેરી) કર્મલ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (એલીટ ગ્રુપ): વિક્કી ઓસ્તવાલ (મહારાષ્ટ્ર) કર્મલ સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (પ્લેટ ગ્રુપ): દીપજ્યોતિ સૈકિયા (આસામ) કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ રન (એલીટ ગ્રુપ): નિત્ય જે. પંડ્યા (બરોડા) કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ રન (પ્લેટ ગ્રુપ): રાઘવન રામમૂર્તિ (પુડુચેરી) કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (એલીટ ગ્રુપ): હેમચુદેશન જે. (તમિલનાડુ) કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (પ્લેટ ગ્રુપ): અર્કાજિત રોય (ત્રિપુરા)
અન્ય એવોર્ડ્સ
ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર: ઉલ્હાસ ગાંઢે (વિદર્ભ) BCCI ઘરેલું ટુર્નામેન્ટોમાં શ્રેષ્ઠ પ્રદર્શન: મુંબઈ ક્રિકેટ એસોસિએશન

