મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ અરજી મંગાવી, ટી-20 વર્લ્ડકપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હેડ કોચ માટે અરજી મંગાવી છે. ભારતીય મેન્સ સીનિયર ટીમના વર્તમાન હેડ

ટીમ ઇન્ડિયાને મળશે નવો હેડ કોચ? BCCIએ અરજી મંગાવી, ટી-20 વર્લ્ડકપ બાદ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હેડ કોચ માટે અરજી મંગાવી છે. ભારતીય મેન્સ સીનિયર ટીમના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ છે, જેમનો કાર્યકાળ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ ખતમ થઇ જશે. રાહુલ દ્રવિડ પછી ટીમ ઇન્ડિયાને નવો હેડ કોચ મળી શકે છે, જેના માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

BCCIએ હેડ કોચના ઉમેદવારો માટે જાહેરાત આપી છે. પદ માટે ઉમેદવાર 27 મે, સોમવાર સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકે છે. કોચની સિલેક્શન પ્રોસેસ અરજીની સમીક્ષા, તે બાદ પર્સનલ ઇન્ટરવ્યૂ અને શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોનું મૂલ્યાંકન દ્વારા થશે.

અરજી કરનારા માટે શું ક્વોલિફિકેશન હોવું જોઇએ?

BCCIએ હેડ કોચ માટે અરજી કરનારા ઉમેદવારો માટે કેટલાક ક્વોલિફિકેશન અને શરતો રાખી છે.

  • ઓછામાં ઓછી 30 ટેસ્ટ અથવા 50 વન ડે મેચ રમવાનો અનુભવ હોય.
  • ફુલ મેમ્બર ટેસ્ટ પ્લેઇંગ નેશનના ઓછામાં ઓછા બે વર્ષ સુધી હેડ કોચ રહ્યાં હોય.
  • એસોસિએટ મેમ્બર અથવા IPL ટીમ કે તેની બરાબરની ઇન્ટરનેશનલ લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ કે નેશનલ
  • A ટીમના ઓછામાં ઓછા 3 વર્ષ હેડ કોચ રહ્યાં હોય.
  • BCCI લેવ લ 3 અથવા તેની બરાબરનું સર્ટિફિકેશન હોવું જોઇએ.
  • ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઇએ.

નવા કોચનો કાર્યકાળ ક્યાર સુધી રહેશે?

મહત્ત્વપૂર્ણ છે કે ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચના કાર્યકાળની શરૂઆત 1 જુલાઇ, 2024થી થશે, જે 31 ડિસેમ્બર 2027 સુધી રહેશે. નવા હેડ કોચના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયા કૂલ 5 ICC ટ્રોફી રમશે જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડકપ, વન ડે વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2 સાઇકલ સામેલ છે.

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થશે

રાહુલ દ્રવિડ નવેમ્બર, 2021માં મેન્સ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા હતા. રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2023માં વન ડે વર્લ્ડકપ બાદ ખતમ થઇ ગયો હતો પરંતુ BCCIએ કેટલાક દિવસ માટે કાર્યકાળ વધારી દીધો હતો. રાહુલ દ્રવિડની સાથે સાથે કોચિંગ સ્ટાફના બાકી સભ્યોનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો હતો જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સામેલ છે. BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે રાહુલ દ્રવિડ હેચ કોચની પોઝિશન માટે ફરી એપ્લાય કરી શકે છે.

આ સમાચાર શેર કરો