IND vs SL / BCCIએ ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરી ભારતીય ટીમ, સારાંશ જૈનની એન્ટ્રી; રવિન્દ્ર જાડેજાની થઈ વાપસી

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિરીઝ પહેલા ટીમ 7 ઓગસ્ટથી કોલંબોમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર, દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈનનો સમાવેશ થાય છે.
ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત સાથે, કેટલાક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની સ્થિતિ અંગે અપડેટ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા BCCI COE તરફથી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે.
અગાઉ, હરારેમાં રમાયેલી T20 સિરીઝની બીજી મેચમાં, ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવીને સિરીઝમાં 2-0 ની અજેય લીડ મેળવી હતી. આ જીતથી ભારતીય ટીમને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો. ભારતીય ટીમ ફરી એકવાર ICC મેન્સ T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર પહોંચી ગઈ છે.
ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝણી 0-4થી હાર્યા બાદ, ભારતે નંબર-1 સ્થાન ગુમાવ્યું. જોકે, ઝિમ્બાબ્વે પ્રવાસ પર સતત બે પ્રભાવશાળી જીતને કારણે, ટીમ ઇન્ડિયાએ નંબર-1 સ્થાન પાછું મેળવ્યું.

