Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Injustice with Sanju Samson As Abhishek Sharma continues to get opportunities questions are raised on the team selection

IND vs ZIM / સંજુ સેમસન સાથે અન્યાય? અભિષેક શર્માને સતત તક મળતાં ટીમ પસંદગી પર ઉઠ્યા સવાલો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
IND vs ZIM / સંજુ સેમસન સાથે અન્યાય? અભિષેક શર્માને સતત તક મળતાં ટીમ પસંદગી પર ઉઠ્યા સવાલો
સોર્સ : gstv

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી 3 મેચોની T20I સિરીઝ ભલે ભારતે 3-0થી ક્લીન સ્વીપ કરીને જીતી લીધી હોય, પરંતુ ટીમ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. સિરીઝ પૂરી થયા બાદ ક્રિકેટ પંડિતો અને સોશિયલ મીડિયા પર ફેન્સનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સાથે થઈ રહેલો કથિત અન્યાય અને કમજોર ફોર્મમાં હોવા છતાં યુવા ઓપનર અભિષેક શર્માને મળી રહેલી સતત તકો છે. ટીમ મેનેજમેન્ટના આ બેવડા ધોરણો જોઈને ક્રિકેટ એક્સપર્ટ્સ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

App Store

"એક ખેલાડી માટે અલગ નિયમ અને સેમસન માટે અલગ કેમ?" - એક્સપર્ટ્સનો આક્રોશ

ટીમ પસંદગીના આ પક્ષપાત પર લાલ આંખ કરતાં ક્રિકેટ નિષ્ણાતોએ મેનેજમેન્ટની આકરી આલોચના કરી છે. આ વિશે શ્રીકાંતે યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, "જો અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીને સતત ફ્લોપ જવા છતાં પોતાની જાતને સાબિત કરવા માટે પૂરી સિરીઝની તમામ 3 મેચો મળી શકતી હોય, તો સંજુ સેમસન જેવા સાબિત થયેલા મેચ-વિનરને માત્ર 1 મેચ આપીને કેમ બહાર બેસાડી દેવામાં આવે છે? આ પ્રકારનું પક્ષપાતી વલણ સિનિયર ખેલાડીઓનું મનોબળ તોડી નાખે છે અને ભારતીય ડ્રેસિંગ રૂમના માહોલને નુકસાન પહોંચાડે છે." નિષ્ણાતોનું માનવું છે કે ટીમમાં સ્થાન મેળવવાના નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.

ઝિમ્બાબ્વે પ્રવાસમાં અભિષેક શર્મા ફ્લોપ, છતાં મેનેજમેન્ટ મહેરબાન

જો આંકડાઓ પર નજર કરીએ તો, ઝિમ્બાબ્વે સામેની આ T20I સિરીઝમાં ઓપનર અભિષેક શર્માને પોતાની તાકાત બતાવવાની સુવર્ણ તક મળી હતી. પરંતુ તે 3 મેચોની આ આખી સિરીઝમાં રન બનાવવા માટે ઝઝૂમતો જોવા મળ્યો હતો. તેણે ફક્ત 11 રન બનાવ્યા છે. પારવપ્લેમાં ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવામાં તે સદંતર નિષ્ફળ રહ્યો હતો અને કમજોર શોટ્સ રમીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. આમ છતાં, કેપ્ટન અને કોચે તેને ડ્રોપ કરવાને બદલે ત્રણેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં જાળવી રાખ્યો હતો, જે બાબતે ફેન્સને નારાજ કર્યા છે.