Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI announced WPL 2026 schedule these teams will play 1st match

BCCIએ જાહેર કર્યું WPL 2026નું શેડ્યૂલ, 2 વેન્યુ પર 28 દિવસમાં રમાશે ફાઈનલ સહિત આટલી મેચ

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
BCCIએ જાહેર કર્યું WPL 2026નું શેડ્યૂલ, 2 વેન્યુ પર 28 દિવસમાં રમાશે ફાઈનલ સહિત આટલી મેચ
સોર્સ : GSTV

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન માટે 27 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં મેગા ઓક્શન યોજાયું હતું. જેમાં આગામી સિઝન માટે બધી ટીમોની સ્કવોડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે BCCI દ્વારા WPLની ચોથી સિઝન માટે સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત આગામી વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થતા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કરવાનું છે, જેના કારણે WPLની ચોથી સિઝનનું આયોજન વહેલું કરવાનો લેવામાં આવ્યો છે. આગામી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે અને ફાઈનલ 5 ફેબ્રુઆરીએ રમાશે.

App Store

28 દિવસમાં કુલ 22 મેચ રમાશે

WPL 2026 સિઝન 9 જાન્યુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ સાથે શરૂ થશે. આ 28 દિવસીય ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 22 મેચ રમાશે. આ બધી મેચો બે વેન્યુ પર યોજાશે, જેમાં ટુર્નામેન્ટની પહેલી 11 મેચો નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે ફાઈનલ સહિત બાકીની 11 મેચો વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.

આ સિઝનમાં માત્ર બે દિવસ ડબલ હેડર મેચ હશે, 10 અને 17 જાન્યુઆરીએ ડબલ-હેડર મેચો રમાશે. આ ઉપરાંત, અન્ય તમામ દિવસોમાં એક જ મેચો રમાશે. લીગ સ્ટેજની તમામ મેચો 1 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, જ્યારે એલિમિનેટર મેચ 3 ફેબ્રુઆરીએ રમાશે અને ફાઈનલ મેચ 5 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ યોજાશે.

WPL 2026નું શેડ્યૂલ

  • 9 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 10 જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs ગુજરાત જાયન્ટ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 10 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 11 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 12 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs યુપી વોરિયર્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 13 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 14 જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs દિલ્હી કેપિટલ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 15 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs યુપી વોરિયર્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 16 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs ગુજરાત જાયન્ટ્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 17 જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 17 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (મુંબઈ, ડીવાય પાટિલ સ્ટેડિયમ)
  • 19 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 20 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 22 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરિયર્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 24 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs દિલ્હી કેપિટલ્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 26 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs મુંબઈ ઈન્ડિયન્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 27 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 29 જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 30 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 1 ફેબ્રુઆરી: દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયર્સ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 3 ફેબ્રુઆરી: એલિમિનેટર (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)
  • 5 ફેબ્રુઆરી: ફાઈનલ (વડોદરા, કોટંબી સ્ટેડિયમ)