IND vs NZ / BCCIએ ODI સિરીઝ માટે જાહેર કરી ભારતીય ટીમ, હાર્દિક અને બુમરાહને નથી મળ્યું સ્થાન

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈજામાંથી પરત ફરતા શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે 2 મહિનાથી વધુ સમયના બ્રેક બાદ વાપસી કરી રહેલો શ્રેયસ અય્યરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ માટે આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
BCCIએ માહિતી જાહેર કરી
BCCI દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ ન્યુઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ODI સિરીઝ માટે ભારતની ટીમની પસંદગી કરી છે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે શરૂ થશે. શ્રેયસ અય્યર ઈજામાંથી વાપસી કરી રહ્યો છે. જોકે, તેની ઉપલબ્ધતા BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સને આધીન છે.
આ કારણે હાર્દિકને તક મળી ન હતી
બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, BCCIના મુખ્ય કાર્યકારી અધિકારીએ હાર્દિક પંડ્યાને એક મેચમાં 10 ઓવર બોલિંગ કરવાની મંજૂરી નથી આપી. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
ODI સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં કેએલ રાહુલ અને રિષભ પંતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પંતના ખરાબ ફોર્મને જોતા એવી અટકળો ચાલી રહી હતી કે તેની જગ્યાએ ઈશાન કિશન અથવા સંજુ સેમસનને અજમાવી શકાય છે. જોકે, સિલેક્ટસ્ટર્સે તેમ ન કર્યું.
ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (ઉપ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.
ODI સિરીઝનું શેડ્યૂલ
- પહેલી ODI: 11 જાન્યુઆરી, વડોદરા
- બીજી ODI: 14 જાન્યુઆરી, રાજકોટ
- ત્રીજી ODI: 18 જાન્યુઆરી, ઈન્દોર

