ટી-20 વર્લ્ડકપ વચ્ચે BCCIએ હોમ કેલેન્ડર જાહેર કર્યું, ઈંગ્લેન્ડ સહિત આ ટીમ ભારત આવશે
ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર

ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડ(BCCI)એ 2024-25 માટે ટીમ ઈન્ડિયાનું હોમ કેલેન્ડર જાહેર કર્યું છે. જેની શરૂઆત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ અને જે બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે.
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી રમાશે
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી રમાશે. જ્યારે કાનપુર બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમશે. ત્રણ ટી-20 મેચ ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવશે
આ પછી, ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવશે. પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરૂમાં 16 ઓક્ટોબરે રમાશે. જ્યારે બીજી મેચ 24 ઓક્ટોબર અને ત્રીજી અંતિમ મેચ 1 નવેમ્બરથી શરૂ થશે.
ઈંગ્લેન્ડ સામે અંતિમ વન-ડે મેચ અમદાવાદમાં રમાશે
ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાંચ T20 અને ત્રણ ODI મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. ઈંગ્લેન્ડ સામે અંતિમ વન-ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ (2024)
19થી 24 સપ્ટેમ્બર : પહેલી ટેસ્ટ, ચેન્નાઈ
27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર : બીજી ટેસ્ટ, કાનપુર
06 ઓક્ટોબર : પહેલી T20, ધર્મશાલા
09 ઓક્ટોબર : બીજી T20, દિલ્હી
12 ઓક્ટોબર : ત્રીજી T20, હૈદરાબાદ
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ (2024)
16થી 20 ઓક્ટોબર : પહેલી ટેસ્ટ, બેંગલુરુ
24થી 28 ઓક્ટોબર : બીજી ટેસ્ટ, પુણે
01થી 05 નવેમ્બર : ત્રીજી ટેસ્ટ, મુંબઈ
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ શેડ્યૂલ (2025)
22 જાન્યુઆરી - પ્રથમ T20, ચેન્નાઈ
25 જાન્યુઆરી - બીજી T20, કોલકાતા
28 જાન્યુઆરી - ત્રીજી T20, રાજકોટ
31 જાન્યુઆરી - ચોથી T20, પુણે
02 ફેબ્રુઆરી - પાંચમી T20, મુંબઈ
06 ફેબ્રુઆરી - પ્રથમ વન-ડે, નાગપુર
09 ફેબ્રુઆરી - બીજી વન-ડે, કટક
12 ફેબ્રુઆરી - ત્રીજી વન-ડે, અમદાવાદ








