મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

India vs Bangladesh 1st Test, Day: ચેન્નાઈમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી (19 સપ્ટેમ્બર) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

India vs Bangladesh 1st Test, Day: ચેન્નાઈમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી (19 સપ્ટેમ્બર) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઘરની ધરતી પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2012થી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સારું રમ્યું છે. ત્યારથી ભારત ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી. એટલે કે નવેમ્બર 2012થી ભારત સતત 17 ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં અપરાજિત છે. બીજી તરફ બાંગ્લાદેશી ટીમ પાકિસ્તાનને સીરીઝમાં 2-0થી હરાવ્યા બાદ તેમનું મનોબળ ઉંચુ છે.

ચેન્નઈ ટેસ્ટ

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટ હસન), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.

ટીમ ઈન્ડિયાએ આ 5 બોલરોને મેદાનમાં ઉતાર્યા 

ટોસ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાને ટીમમાં બોલર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.


ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ આમને સામને 

કુલ મેચ 13
ભારત 11 જીત્યું
બાંગ્લાદેશ 0 જીત્યું
ડ્રો 2

ચેન્નાઈમાં ભારતનું પ્રદર્શન (ટેસ્ટ)

કુલ મેચ: 34
ભારત જીત્યું: 15
ડ્રો: 7
ભારત હારી ગયું: 11
ટાઇ 1

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણી

2000: બાંગ્લાદેશ યજમાન: ભારત 1-0થી જીત્યું
2004: બાંગ્લાદેશ યજમાન: ભારત 2-0થી જીત્યું
2007: બાંગ્લાદેશ યજમાન: ભારત 1-0થી જીત્યું (2 મેચની શ્રેણી)
2010: બાંગ્લાદેશ યજમાન: ભારત 2-0થી જીત્યું
2015: બાંગ્લાદેશ યજમાન: 0-0 (ડ્રો)
2017: ભારત યજમાન: ભારત 1-0થી જીત્યું
2019: ભારત યજમાન: ભારત 2-0થી જીત્યું
2022: બાંગ્લાદેશ યજમાન: ભારત 2-0 થી જીત્યું

આ સમાચાર શેર કરો