મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / બાંગ્લાદેશે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના બીજા મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ

IND vs BAN / બાંગ્લાદેશે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના બીજા મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને જે પણ ટીમ આ મેચ જીતશે, તેના માટે ટોપ-4માં પ્રવેશનો રસ્તો સ્પષ્ટ થશે. આ મેચ દરમિયાન, બધાની નજર ભારતના સ્ટાર ખેલાડીઓ પર રહેશે, ખાસ કરીને વિરાટ અને રોહિત પર. બંને બેટ્સમેનોનું તાજેતરનું ફોર્મ એટલું સારું નથી રહ્યું, તેથી તેઓ આ મેચમાં મોટી ઈનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે અને ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન

તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહેદી હસન મિરાઝ, ઝકાર અલી, રિશાદ હુસૈન, તંઝીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન.

આ સમાચાર શેર કરો