ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઇકલ ક્લાર્કને થયું સ્કિન કેન્સર, લોકોને કરી ખાસ અપીલ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન માઇકલ ક્લાર્કને સ્કિન કેન્સર થયું છે. 44 વર્ષના ક્લાર્કે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે અને લોકોને નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવાની અપીલ કરી છે.
ક્લાર્કને સ્કિન કેન્સર
માઇકલ ક્લાર્કે ઇંસ્ટાગ્રામ પર લખ્યુ, 'સ્કિન કેન્સર વાસ્તવિક છે! ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં. આજે મારી નાકમાંથી એક કેન્સરની ગાંઠ કાઢવામાં આવી છે. આ એક ફ્રેન્ડલી રિમાઇન્ડર છે કે તમે પોતાની સ્કિનની તપાસ કરાવતા રહો. સારવારથી સારૂ બચાવ છે પરંતુ મારી ઘટનામાં નિયમિત તપાસ અને શરૂઆત ઓળખ જ સૌથી મહત્ત્વનું છે. ડૉ.બિશ સોલિમાનનો આભાર કે સમય રહેતા તેમને પકડી લીધુ.'
માઇકલ ક્લાર્કને પ્રથમ વખત 2006માં સ્કિન કેન્સરની ખબર પડી હતી. તે બાદ 2019માં ત્રણ નૉન-મેલેનોમા લીઝનની ઓળખ થઇ હતી, તે સમયે પણ ક્લાર્કે લોકોને અપીલ કરી હતી કે તે ગરમીથી બચવા માટે સાવચેતી રાખે અને પોતાની સ્કિનની નિયમિત તપાસ કરાવતા રહો.
માઇકલ ક્લાર્કની ક્રિકેટ કરિયર
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇકલ ક્લાર્કની ક્રિકેટ કરિયર પર નજર કરીયે તો શાનદાર બેટિંગ અને શાનદાર સ્કિલ માટે જાણીતા ક્લાર્કે 2003થી 2015 સુધી ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ (8643 રન), 245 વન ડે (7981 રન) અને 34 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ (488 રન) રમી છે. માઇકલ ક્લાર્કે ટેસ્ટ, વન ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સી કરી છે.
ક્લાર્કે 47 ટેસ્ટ (24 જીત,16 હાર), 74 વન ડે અને 18 ટી-20માં ઓસ્ટ્રેલિયાની આગેવાની કરી છે. માઇકલ ક્લાર્કની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2015માં વન ડે વર્લ્ડકપ જીત્યો હતો.

