Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia beat India in melbourne test take 2-1 lead in series

IND vs AUS / મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની શર્મનાક હાર, ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં મેળવી 2-1ની લીડ

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2024
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની શર્મનાક  હાર, ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં મેળવી 2-1ની લીડ

મેલબર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં નથી આવ્યું. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ મેચ જીતી લીધી છે. આ મોટી જીત સાથે તેણે સિરીઝમાં પણ લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ 49મી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાને 300 પ્લસ રન ચેઝ કરતી વખતે હારનો સામનો કરવો પડ્યો હોય.

App Store

આ પણ વાંચો: મેલબર્નમાં ખેલાડીઓએ નહીં પણ ફેન્સે તોડ્યો 87 વર્ષ જૂનો રેકોર્ડ, 5મા દિવસે થયું નવું કારનામું

ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 333 રનની લીડ લેનાર ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે તેના સ્કોરમાં વધુ 6 રન ઉમેર્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને ચેઝ કરવો એ પણ MCGમાં તે ટીમ ઈન્ડિયા માટે ઈતિહાસ રચવા જેવું બન્યું હોત કારણ કે અત્યાર સુધી આ મેદાન પર સૌથી સફળ રન ચેઝ 332 રન હતો. પરંતુ, આવું ન થઈ શક્યું.

જયસ્વાલ સિવાય તમામ બેટ્સમેનોની નિષ્ફળતા એક મોટો પ્રશ્ન

મેલબર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ માત્ર 155 રન પર જ સમેટાઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેણે 208 બોલનો સામનો કરીને આટલા રન બનાવ્યા. જયસ્વાલ સિવાય રિષભ પંત ટીમનો બીજો ટોપ સ્કોરર હતો, જેણે 340ના ટાર્ગેટને ચેઝ કરતી વખતે 30 રનની ઈનિંગ રમી હતી.