Ashesh: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરી ટીમ,કમિન્સ બહાર;આ ખેલાડી સંભાળશે કમાન

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 21 નવેમ્બરથી એશિઝ સિરીઝનો પ્રારંભ થવાનો છે. આ પાંચ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટમાં પેટ કમિન્સ કેપ્ટન તરીકે જોવા નહીં મળે. કમિન્સને ઇજાને કારણે ટીમની બહાર રાખવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સ્ટીવ સ્મિથ સંભાળશે. આ સિરીઝમાં માર્નસ લાબુશેન પરત ફર્યો છે.
પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કૉટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટ કીપર), બ્રેન્ડન ડૉગેટ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, જેક વેદરલ અને બ્યૂ વેબસ્ટર.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથને બનાવ્યો કેપ્ટન
એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથને ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન બનાવ્યો છે. પેટ કમિન્સ પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ સાથે પર્થ જઇ શકે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સિલેક્ટર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે કમિન્સ બીજી ટેસ્ટમાં ટીમમાં પરત ફરી શકે છે.ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં સેમ કોંસ્ટસને બહાર રાખવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીનું વેસ્ટ ઇન્ડિઝ સામે ખરાબ પ્રદર્શન રહ્યું હતું. કોંસ્ટાસે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ સિરીઝમાં 6 ઇનિંગમાં માત્ર 50 રન બનાવ્યા હતા.
એશિઝ સિરીઝનો કાર્યક્રમ
ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની શરૂઆત 21 નવેમ્બર,2025થી થવાની છે. પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝ 4 જાન્યુઆરી,2026 સુધી ચાલશે. આ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાશે.
પ્રથમ ટેસ્ટ- 21-25 નવેમ્બર,2025: પર્થ
બીજી ટેસ્ટ-4-8 ડિસેમ્બર, 2025: બ્રિસબેન
ત્રીજી ટેસ્ટ-17-21 ડિસેમ્બર,2025: એડિલેડ
ચોથી ટેસ્ટ-26-30 ડિસેમ્બર,2025: મેલબોર્ન
પાંચમી ટેસ્ટ-4-8 જાન્યુઆરી,2026: સિડની

