Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asian Games 2026 Sarvesh Kushare wins silver medal

સર્વેશ કુશારેએ રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં 56 વર્ષના દુકાળનો અંત આવ્યો; હાઈ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સર્વેશ કુશારેએ રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં 56 વર્ષના દુકાળનો અંત આવ્યો; હાઈ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ
સોર્સ : gstv

રવિવારનો દિવસ એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટિક્સ માટે યાદગાર રહ્યો. મહારાષ્ટ્રના સર્વેશ કુશારેએ મેન્સ હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને લાંબી રાહનો અંત લાવ્યો. ભારતે 56 વર્ષ પછી એશિયન ગેમ્સમાં મેન્સ હાઈ જમ્પ ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. અગાઉ 1970 બેંગકોક એશિયન ગેમ્સમાં ભીમ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

App Store

31 વર્ષીય ભારતીય એથ્લેટે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ચીની તાઈપેઈના ફુ ચાઓ-હુઆન સામે હારી ગયો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર સર્વેશ સ્પર્ધામાં મોટાભાગે ટોપ પર રહ્યો હતો અને ગોલ્ડ માટે મજબૂત દાવેદાર હતો. જો કે, તે તેના પહેલા પ્રયાસમાં 2.25 મીટરની ઊંચાઈ પર બાર પાર કરવામાં નિષ્ફળ ગયો. બીજી તરફ, ફુ ચાઓ-હુઆને પોતાના પહેલા પ્રયાસમાં 2.25 મીટર કૂદકો મારીને લીડ મેળવી.

બીજા પ્રયાસમાં 2.25 મીટર કૂદકો માર્યો

સર્વેશે હાર ન માની અને બીજા પ્રયાસમાં 2.25 મીટરનો કૂદકો સફળતાપૂર્વક પાર કર્યો. જોકે, ત્યાં સુધીમાં તે બીજા સ્થાને સરકી ગયો હતો. તે ગોલ્ડ મેડલ માટે પડકાર ન ફેંકી શક્યો અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. મહારાષ્ટ્રના દેવરગાંવનો રહેવાસી સર્વેશનો આ પહેલો એશિયન ગેમ્સ મેડલ છે. 

સર્વેશ પહેલા ભારતની એન્સી સોજને રવિવારે વિમેન્સ લોંગ જમ્પ પણ સિલ્વર મેડલ જીત્યો હતો. એન્સીએ લાંબા સમય સુધી લીડ જાળવી રાખી હતી, પરંતુ ચીનની હુઆંગ યિંગિંગે તેના અંતિમ પ્રયાસમાં 6.55 મીટરનો કૂદકો મારીને સફળતા મેળવી. એન્સીનો શ્રેષ્ઠ પ્રયાસ 6.53 મીટર હતો.

ભારતની શાયલી સિંહ પણ વિમેન્સ લોંગ જમ્પમાં મેડલની દાવેદાર હતી. તે લાંબા સમય સુધી ત્રીજા સ્થાને રહી, પરંતુ ચીનની ટેન મેંગીએ તેના અંતિમ પ્રયાસમાં 6.46 મીટરના કૂદકા સાથે તેને પાછળ છોડી દીધી. શાયલી 6.42 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ચોથા સ્થાને રહી. આ ઈવેન્ટમાં ચીને ગોલ્ડ અને બ્રોન્ઝ બંને મેડલ જીત્યા.

હરિતા ભદ્રાએ બ્રોન્ઝ જીત્યો

ભારતીય એથ્લેટિક્સ માટે દિવસનો બીજો મેડલ મહિલા 200 મીટર દોડમાં આવ્યો. હરિતા ભદ્રાએ 23.20 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે જાપાનની એડો અબીગૈરુફુકાને થોડી પાછળ છોડી દીધી, જેણે 23.21 સેકન્ડનો સમય કાઢ્યો. સિંગાપોરની શાંતિ પરેરાએ 22.78 સેકન્ડના સિઝનના શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ જીત્યો, જ્યારે ચીનની ચેન યુજીએ 22.93 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. ફાઈનલમાં ભારતની બીજી દોડવીર ઉન્નતી અયપ્પા બોલેન્ડ 23.48 સેકન્ડના સમય સાથે છઠ્ઠા સ્થાને રહી.