મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK / ટોસ હારતા જ બન્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, આંકડા જોઈને ચોંકી જશે ભારતીય ફેન્સ

ફેન્સની રાહનો અંત આવ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં ભા

IND vs PAK / ટોસ હારતા જ બન્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, આંકડા જોઈને ચોંકી જશે ભારતીય ફેન્સ

ફેન્સની રાહનો અંત આવ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ ન જીતી શક્યો. સિક્કો પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનના પક્ષમાં પડ્યો. રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માએ વનડેમાં સતત 9મી વખત ટોસ હાર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો.

ટીમ ઈન્ડિયા વનડે ક્રિકેટમાં સતત 12મી મેચમાં ટોસ હારી છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો અનિચ્છનીય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વનડેમાં સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ અગાઉ નેધરલેન્ડ્સની ટીમના નામે હતો. આ ટીમ સતત 11 વનડે મેચોમાં ટોસ હારીહતી. 2023ના વર્લ્ડ કપની ફાઈનલ પછી ભારત વનડેમાં સતત 12 ટોસ હર્યું છે. વનડેમાં કોઈપણ ટીમનો ટોસ હારવાનો આ સૌથી લાંબો સિલસિલો છે. માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે નેધરલેન્ડ્સ 11 વખત ટોસ હાર્યું હતું.

ભારત પાસે બદલો લેવાની તક

ભારત અને પાકિસ્તાન 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2017માં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે યજમાન પાકિસ્તાન સામે તેના ખિતાબને ડીફેન્ડ કરવાનો પડકાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન પાંચ વખત ટકરાયા છે. જેમાં ભારત 2 મેચ જીત્યું છે જ્યારે પાકિસ્તાને 3 મેચ જીતી છે. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે 3-3ની બરાબરી કરવાની તક છે.

ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાનની ટીમમાં એક ફેરફાર થયો છે. ઈજાગ્રસ્ત ફખર ઝમાનના સ્થાને ઈમામ-ઉલ-હકનો ટીમમાં સમાવેશ થયો છે. ફખર ઝમાન આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન: ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન-વિકેટકીપર), સલમાન અલી આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.

આ સમાચાર શેર કરો