Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Arshdeep Singh Sets Embarrassing Record even after taking 5 wickets

IND vs NZ / 5 વિકેટ લેવા છતાં અર્શદીપ સિંહે બનાવ્યો શરમજનક રેકોર્ડ, ભારતીય ટીમનું ટેન્શન વધ્યું

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / 5 વિકેટ લેવા છતાં અર્શદીપ સિંહે બનાવ્યો શરમજનક રેકોર્ડ, ભારતીય ટીમનું ટેન્શન વધ્યું
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને છેલ્લી T20I મેચ ઉત્સાહ, રન અને રેકોર્ડથી ભરેલી હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 271 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને અંતે 46 રનથી મેચ જીતી લીધી. આ જીતનો હીરો અર્શદીપ સિંહ હતો, તેણે 5 વિકેટ લીધી. જોકે, તેણે પોતાના નામે એક એવો રેકોર્ડ પણ ઉમેર્યો જે કોઈ બોલર યાદ નહીં રાખવા માંગે.

App Store

પહેલી બે ઓવરમાં 40 રન આપ્યા

ન્યુઝીલેન્ડની ઈનિંગ આક્રમક રીતે શરૂ થઈ હતી. ફિન એલન અને અન્ય બેટ્સમેનોએ ભારતીય બોલર્સ પર દબાણ બનાવ્યું હતું. અર્શદીપ સિંહની શરૂઆતની ઓવર્સ પણ સરળ નહતી. કિવી બેટ્સમેનોએ તેની પ્રથમ બે ઓવરમાં ભારે 40 રન બનાવ્યા હતા. તે સમયે, એવું લાગતું હતું કે મેચ ભારતના હાથમાંથી નીકળી જશે.

પરંતુ ત્યારબાદ અર્શદીપે જોરદાર વાપસી કરી. કેપ્ટને તેના પર વિશ્વાસ બતાવ્યો અને અર્શદીપે તે વિશ્વાસ તૂટવા ન દીધો. તેની આગામી બે ઓવરમાં તેણે તેની લાઈન અને લેન્થમાં ફેરફાર કર્યો, તેની સ્પીડમાં ફેરફાર કર્યો, અને ઝડપથી વિકેટો લીધી. છેલ્લી બે ઓવરમાં તેણે ફક્ત 11 રન આપ્યા અને ચાર મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી, જેનાથી ન્યુઝીલેન્ડની રન રેટ ધીમો પડી ગઈ.

5 વિકેટો લેવા છતાં એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી. આ T20I ક્રિકેટમાં તેનો પહેલો પાંચ વિકેટ હોલ હતો, જે કોઈપણ બોલર માટે ગર્વની વાત છે. જોકે, આ સાથે, તેણે એક અનિચ્છનીય રેકોર્ડ પણ બનાવ્યો. હવે તે T20I ક્રિકેટમાં સૌથી મોંઘો પાંચ વિકેટ હોલનો રેકોર્ડ ધરાવે છે. ભારતીય ટીમ માટે પણ આ ટેન્શનની વાત છે, કારણ કે અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપ 2026માં ભારતનો એક મહત્ત્વપૂર્ણ બોલ છે, ત્યારે ટુર્નામેન્ટના માત્ર એક અઠવાડિયા પહેલા 4 ઓવરમાં 50થી વધુ રન આપવા ચિંતાનો વિષય છે.

બેટ્સમેનોએ જીતનો પાયો નાખ્યો

ભારતની જીત ફક્ત બોલિંગ સુધી મર્યાદિત ન હતી. ભારતીય ટીમે બેટિંગમાં પણ તાકાત બતાવી હતી. ઈશાન કિશને શાનદાર સદી ફટકારી અને 43 બોલમાં 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 63 રન બનાવી રન-રેટ જાળવી રાખી હતી. હાર્દિક પંડ્યા અને અભિષેક શર્માએ પણ ઝડપી રન બનાવીને સ્કોર 271 સુધી પહોંચાડ્યો હતો.

ભારતે સિરીઝ જીતી લીધી

ન્યુઝીલેન્ડે જવાબમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, ફિન એલને ધમાકેદાર 80 રન બનાવ્યા, પરંતુ અર્શદીપ સિંહની 5 વિકેટ અને અક્ષર પટેલની 3 વિકેટ સામે ન્યુઝીલેન્ડ ફક્ત 225 રન જ બનાવી શક્યું. આ જીત સાથે ભારતે 4-1થી સિરીઝ જીતી લીધી. આ મેચ અર્શદીપ માટે યાદગાર અને થોડી કડવી રહી હતી.