જસપ્રીત બુમરાહના કરિયર પર ફરી લાગ્યો મોટો 'દાગ'! 26 ઓવર ફેંકી છતાં...

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહીં, જ્યારે અન્ય તમામ બોલરોને ઓછામાં ઓછી 1 વિકેટ મળી. આકાશદીપ અહીં પોતાની ટેસ્ટ કારકિર્દીનો બીજો 5 વિકેટ હોલ (5-wicket haul) લેવામાં સફળ રહ્યા, જ્યારે અંશુલ કંબોજ અને ડેબ્યુટન્ટ ગુરનૂર બરાડે 2-2 વિકેટ ખેરવી. ક્રાઈસ્ટચર્ચની લીલી પીચ પર જ્યાં સ્પિન બોલરો માટે કોઈ મદદ નથી, ત્યાં વોશિંગ્ટન સુંદરે પણ 1 વિકેટ ઝડપી, પરંતુ બુમરાહ ખાલી હાથે પાછા ફર્યા. બુમરાહે ન્યુઝીલેન્ડ સામે આ દરમિયાન 26 ઓવર બોલિંગ કરી, જેમાં માત્ર 49 જ રન ખર્ચ્યા. તેમણે પોતાની કસીને કરેલી બોલિંગના દમ પર વિકેટ લેવાના ઘણા મોકા પણ બનાવ્યા, પરંતુ નસીબે દરેક વખતે તેમને દગો આપ્યો. આ સાથે જ ત્રીજી વખત જસપ્રીત બુમરાહની કારકિર્દી પર આવો દાગ લાગ્યો છે.
26 ઓવર નાખ્યા છતાં જસપ્રીત બુમરાહને મળી નહીં કોઈ વિકેટ
જસપ્રીત બુમરાહની કારકિર્દીમાં આ ત્રીજો પ્રસંગ છે જ્યારે તેમણે કોઈ પણ વિકેટ લીધા વિના આટલી ઓવર નાખી હોય. ન્યુઝીલેન્ડ સામેની ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટના પ્રથમ દાવમાં તેમને 26 ઓવરમાં એક પણ વિકેટ મળી નહીં. આ અગાઉ તેમણે સાઉધમ્પ્ટનમાં 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે કોઈ સફળતા વિના 26 ઓવર ફેંકી હતી, જેમાં તેમણે 0/57ના આંકડા નોંધાવ્યા હતા. બીજો દાખલો 2021માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે આવ્યો હતો, જ્યાં તેમણે 26 ઓવરમાં 0/79 સાથે સમાપ્ત કર્યું હતું. જસપ્રીત બુમરાહની વિકેટનો દુકાળ વેલિંગ્ટન ટેસ્ટથી જ ચાલી રહ્યો છે. વેલિંગ્ટન ટેસ્ટના અંતિમ દિવસે જ્યારે ભારતને જીત માટે 8 વિકેટની જરૂર હતી, ત્યારે તે દિવસે પણ બુમરાહને એક પણ વિકેટ મળી નહોતી.જાહેરાત




