Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : All Super 4 Teams are Confirmed Check Full Schedule

Asia Cup 2025 / સુપર-4 માટે કન્ફર્મ થઈ ગઈ બધી ટીમ, ભારત આ દિવસે રમશે મેચ; જાણો આખું શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / સુપર-4 માટે કન્ફર્મ થઈ ગઈ બધી ટીમ, ભારત આ દિવસે રમશે મેચ; જાણો આખું શેડ્યૂલ
સોર્સ : GSTV

એશિયા કપ 2025 શાનદાર રીતે રમાઈ રહ્યો છે, જેમાં શ્રીલંકાની ટીમે અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવીને સુપર-4માં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા, અફઘાનિસ્તાને 169 રન બનાવ્યા હતા. ત્યારબાદ કુસલ મેન્ડિસની અડધી સદીને કારણે શ્રીલંકાએ સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ સાથે શ્રીલંકાએ તેની ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી.

App Store

કુસલ મેન્ડિસની અડધી સદીએ જીત અપાવી

શ્રીલંકાની ક્રિકેટ ટીમ માટે કુસલ મેન્ડિસે શાનદાર ઈનિંગ રમી. તેણે 52 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગાનો સમાવેશ થાય છે. કુસલ પરેરાએ પણ 28 રનનું યોગદાન આપ્યું. અંતે, કમિન્ડુ મેન્ડિસે 13 બોલમાં 26 રન બનાવ્યા, જેનાથી શ્રીલંકાને સરળતાથી ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ મળી.

સુપર-4 ટીમો નક્કી થઈ ગઈ

ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થયા છે. ગ્રુપ Bમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર-4માં પ્રવેશ કરી ચૂક્યા છે. સુપર-4 મેચ હવે 20 સપ્ટેમ્બરથી રમાશે. સુપર-4 પોઈન્ટ ટેબલમાં ટોપ 2માં રહેનારી ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે.

સુપર-4માં ભારતનો પહેલો મુકાબલો પાકિસ્તાન સામે થશે

ભારતીય ક્રિકેટ ટીમ સુપર-4 રાઉન્ડમાં 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય ક્રિકેટ ટીમ સુપર-4માં પોતાની છેલ્લી મેચ 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમશે.

સુપર-4નું સંપૂર્ણ શેડ્યૂલ

  • બાંગ્લાદેશ vs શ્રીલંકા, 20 સપ્ટેમ્બર
  • ભારત vs પાકિસ્તાન, 21 સપ્ટેમ્બર
  • પાકિસ્તાન vs શ્રીલંકા, 23 સપ્ટેમ્બર
  • બાંગ્લાદેશ vs ભારત, 24 સપ્ટેમ્બર
  • બાંગ્લાદેશ vs પાકિસ્તાન, 25 સપ્ટેમ્બર
  • ભારત vs શ્રીલંકા, 26 સપ્ટેમ્બર