Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Akash Chopra picks current best Test eleven

હેડ અને રાહુલ ઓપનર, બુમરાહ માટે સ્થાન નહીં; આકાશ ચોપરાએ પસંદ કરી વર્તમાન બેસ્ટ ટેસ્ટ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હેડ અને રાહુલ ઓપનર, બુમરાહ માટે સ્થાન નહીં; આકાશ ચોપરાએ પસંદ કરી વર્તમાન બેસ્ટ ટેસ્ટ ઈલેવન
સોર્સ : gstv

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ વર્તમાન ખેલાડીઓની વર્લ્ડ ટેસ્ટ ઈલેવન પસંદ કરી છે. તેણે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તેની ટીમમાં સામેલ નથી કર્યો. આકાશ ચોપરાએ તેની વર્તમાન બેસ્ટ ટેસ્ટ ઈલેવનમાં ભારતના ચાર, ઈંગ્લેન્ડના ચાર, ઓસ્ટ્રેલિયાના બે અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીની પસંદગી કરી છે.

App Store

વર્તમાન (નિવૃત્ત ન થયેલા) ક્રિકેટરોમાંથી આકાશ ચોપરા દ્વારા બેસ્ટ ટેસ્ટ ઈલેવનની પસંદગી ખૂબ જ રસપ્રદ છે. જોકે, તેણે એક મોટી ભૂલ કરી છે. આકાશે તેની વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ઈલેવનમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પણ સામેલ કકર્યો છે, પરંતુ સ્ટોક્સ હવે ક્રિકેટમાં એક્ટિવ નથી. તેણે નિવૃત્તિ લીધી છે.

આકાશ ચોપરાએ તેની વર્તમાન બેસ્ટ ટેસ્ટ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતના કેએલ રાહુલને ઓપનર તરીકે પસંદ કર્યા છે. તેણે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને ત્રીજા નંબર પર રાખ્યો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબર પર છે. તેણે પાંચમા નંબર પર ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકનો સમાવેશ કર્યો છે.

આકાશ ચોપરાએ છઠ્ઠા અને સાતમા નંબર પર બે સ્ટાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. તેમાં વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ફાસ્ટ બોલર્સમાં ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ઈંગ્લેન્ડના જોશ ટંગ અને વેસ્ટ ઈન્ડિઝના શમાર જોસેફનો સમાવેશ થાય છે.

આ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આકાશ ચોપરાએ આ ટીમમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ નથી કર્યો. રવિન્દ્ર જાડેજા આકાશની ટીમમાં મુખ્ય સ્પિનર ​​છે. તેણે કોઈ નિષ્ણાત સ્પિનરનો સમાવેશ નથી કર્યો. જોકે, તેની ટીમમાં આઠમા નંબર સુધીના બેટિંગ વિકલ્પો છે. આકાશે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથનો પણ સમાવેશ નથી કર્યો, જેને વર્તમાન યુગનો બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ પણ તેની ટીમમાંથી ગાયબ છે.

આકાશ ચોપરાએ તેની વર્તમાન બેસ્ટ ટેસ્ટ ઈલેવન પસંદ કરી

ટ્રેવિસ હેડ, કેએલ રાહુલ, જો રૂટ, શુભમન ગિલ, હેરી બ્રુક, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, જોશ ટંગ અને શમાર જોસેફ.