Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kunal Pandya's pain spilled over after not getting chance in the T20 team

કૃણાલ પંડ્યાનું દર્દ છલકાયું! T20 ટીમમાં સ્થાન ન મળતાં સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
કૃણાલ પંડ્યાનું દર્દ છલકાયું! T20 ટીમમાં સ્થાન ન મળતાં સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
સોર્સ : gstv

અફઘાનિસ્તાન સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે ટીમ સિલેક્શન પહેલા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું અને આશરે 5 વર્ષ બાદ ટીમના દરવાજા ખુલશે તેવી અટકળો સેવાઈ રહી હતી. જોકે, પસંદગીકારોએ ક્રૃણાલ પંડ્યાને નજરઅંદાજ કરીને ટીમમાંથી બાદ રાખ્યો છે. ભારતીય ટીમમાં જગ્યા ન મળ્યા બાદ હાર્દિક પંડ્યાના ભાઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. કૃણાલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આશા હજુ પણ જીવંત છે" (Hope is still alive).

App Store

Image

IPL 2026માં RCB માટે આપ્યું હતું મહત્ત્વપૂર્ણ યોગદાન

IPL 2026ની સિઝનમાં કૃણાલ પંડ્યાએ પોતાની જૂની બેટિંગ અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં વાપસીની મજબૂત આશા જગાવી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને IPL ખિતાબ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કૃણાલે 9 ઈનિંગ્સમાં 37.66ની એવરેજ અને 145.80 ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી અને 73 રનનો શ્રેષ્ઠ સ્કોર સામેલ હતો. આ સિવાય બોલિંગમાં પણ તેણે 30.35ની એવરેજથી 14 વિકેટ ઝડપી હતી, જેમાં 2/16 તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય કરિયર પર એક નજર

કૃણાલ પંડ્યાએ ભારત માટે છેલ્લે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ભારત તરફથી 5 ODI મેચોની 4 ઈનિંગ્સમાં 65.00ની એવરેજ અને 101.56ના સ્ટ્રાઇક રેટથી 130 રન બનાવ્યા છે. જેમાં 58* રનનો શ્રેષ્ઠ સ્કોર અને 2 વિકેટ સામેલ છે. જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 19 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 10 ઈનિંગ્સમાં 24.80ની એવરેજથી 124 રન બનાવ્યા છે અને 36.93ની એવરેજથી 15 વિકેટ ઝડપી છે.

અફઘાનિસ્તાન સિરીઝ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ

પસંદગીકારોએ અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ માટે ટીમની ઘોષણા કરી છે. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજૂ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાનું રમવું ફિટનેસ મંજૂરી પર નિર્ભર રહેશે.