Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Agarkar reveals why Shreyas and Yashasvi dropped from Indian squad for Asia Cup

શ્રેયસ અને યશસ્વીને એશિયા કપની ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? ચીફ સિલેક્ટર અજિત અગરકરે આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
શ્રેયસ અને યશસ્વીને એશિયા કપની ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? ચીફ સિલેક્ટર અજિત અગરકરે આપ્યો જવાબ
સોર્સ : Google

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાંથી ઘણા મોટા નામ બહાર થયા છે. તોફાની ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 15 સભ્યોની ટીમમાં નથી. શાનદાર ફોર્મમાં હોવા છતાં, શ્રેયસ અય્યરને પણ ટીમમાં સ્થાન નથી મળ્યું. ચીફ સિલેક્ટર અજિત અગરકરે અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. તે જ પ્રેસ કોન્ફરન્સમાં, અજિત અગરકરે જણાવ્યું કે શ્રેયસ અને યશસ્વીની પસંદગી કેમ ન કરવામાં આવી.

App Store

અય્યર-જયસ્વાલની પસંદગી કેમ ન કરવામાં આવી?

ચીફ સિલેક્ટર અજિત અગરકરે યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરની પસંદગી ન થવા પર કહ્યું, "યશસ્વી જયસ્વાલ માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અભિષેક શર્મા ખૂબ સારું કરી રહ્યો છે, જરૂર પડ્યે તે બોલિંગ પણ કરી શકે છે. તેમાંથી એકને બહાર રહેવું પડ્યું. હું શ્રેયસ અય્યર માટે પણ એવું જ કહીશ, આમાં તેનો કોઈ વાંક નથી."

'શ્રેયસ અય્યરનો વાંક નથી'

અજીત અગરકરે શ્રેયસ અય્યર વિશે કહ્યું, "ટીમમાં પસંદગી ન થવા પાછળ શ્રેયસ અય્યરનો વાંક નથી. હું તેનો આદર કરું છું, પરંતુ તે કોનું સ્થાન લઈ શક્યો હોત? તેમાં તેની કે અમારી કોઈ ભૂલ નથી."

શ્રેયસ અય્યર ડિસેમ્બર 2023 પછી કોઈ T20I મેચ નથી રમી, પરંતુ વ્હાઈટ બોલ ફોર્મેટમાં તેના તાજેતરના આંકડા તેને એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત કરી શક્યા હોત. અય્યરે અત્યાર સુધી 51 T20I મેચમાં 30.66ની એવરેજથી 1,104 રન બનાવ્યા છે.

જયસ્વાલ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ છે

ટીમ કોમ્બિનેશનને કારણે યશસ્વી જયસ્વાલ ભલે 15 સભ્યોની ટીમમાં સ્થાન ન મેળવી શક્યો હોય, પરંતુ તેને પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. જો કોઈ ખેલાડી ઈજા કે અન્ય કોઈ કારણોસર ટુર્નામેન્ટમાં રમી નથી, શકતો તો તે કિસ્સામાં જયસ્વાલ અથવા અન્ય કોઈ સ્ટેન્ડબાય ખેલાડીને એશિયા કપમાં રમવાની તક મળી શકે છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર.