મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનને મળેલી હાર બાદ પૂર્વ ક્રિકેટરોનો ફૂટ્યો ગુસ્સો, જાણો કોણે શું કહ્યું?

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બાંગ

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનને મળેલી હાર બાદ પૂર્વ ક્રિકેટરોનો ફૂટ્યો ગુસ્સો, જાણો કોણે શું કહ્યું?

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં હરાવ્યું. આ પછી પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટરોએ પોતાની ટીમને ફટકાર લગાવી છે. પ્રથમ દાવ ડિકલેર કરવા છતાં પાકિસ્તાનની ટીમ 10 વિકેટથી હારી ગઈ હતી.  આ મેચની સમીક્ષા કરતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે આ હાર માટે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટની અગાઉની ભૂલોને જવાબદાર ગણાવતા કહ્યું કે વૈશ્વિક સ્તરે આ શરમજનક બાબત છે.
 
કામરાન અકમલે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "આ તો (મોહમ્મદ) રિઝવાને (બીજી ઇનિંગમાં) 50 રન બનાવીને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું નહીં તો આખી ઈનિંગ્સથી હારનો સામનો કરવો પડ્યો હોત. આ એટલી ખરાબ હાર છે કે તેને ભૂલી શકાશે નહીં. જો તમે કોઈના વિશે ખરાબ વિચારો છો, તે તમારી પણ ખરાબ થશે. છેલ્લા 5 વર્ષમાં ઝિમ્બાબ્વે સામે હારી ગયા છો.  વિશ્વકક્ષાએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન એક મજાકનું સાધન બની ગયું છે. ટેસ્ટ ટીમના નવા સુકાની શાન મસૂદ પોતાની કપ્તાનીમાં સતત ચાર ટેસ્ટ મેચ હારી ચૂક્યા છે.

 ભૂતપૂર્વ વિકેટકીપરે બાંગ્લાદેશના ખેલાડીઓને અભિનંદન આપતા કહ્યું, "બાંગ્લાદેશ માટે આ મુશ્કેલ સમય હતો, પરંતુ તેમના બેટ્સમેનોએ રન બનાવ્યા. તેઓએ ટેસ્ટ બચાવવી હતી અને તેઓએ એટલું જ નહીં પરંતુ મેચ પણ જીતી લીધી. અમારા ખેલાડીઓ ક્લબ ક્રિકેટરોની જેમ બેટિંગ કરી રહ્યા હતા, વલણ ખરાબ હતું, કોઈ ગંભીરતા ન હતી કારણ કે તેઓ જાણતા હતા કે કોઈ કંઈ પૂછશે નહીં.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે પણ ટીમની ટીકા કરી હતી. પાકિસ્તાનના ઝડપી બોલરો પર નિશાન સાધતા કહ્યું- ટીમના તમામ બોલર 140+ની સ્પીડથી બોલિંગ કરે છે. પરંતુ શું થયું કે એક-બે સ્પેલ પછી તમે 130ની સ્પીડે બોલ ફેંકવા લાગ્યા. કાં તો બોલરોને ઈજાની સમસ્યા છે. જો આવું હોય તો તો તપાસ કરવી પડે કે ફિઝિયોથેરાપિસ્ટ કોણ છે, શું તે તમને ટેપ લગાવીને બોલિંગ કરાવે છે, અથવા તમે પોતે જ એમઆરઆઈ સ્કેન કરાવતા નથી જેથી ઈજાની કોઈને જાણ ન થાય.
 
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને ટીમના ડાયરેક્ટર રહી ચૂકેલા મોહમ્મદ હફીજે હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીની મજાક ઉડાવી. નકવીએ આ વર્ષે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન પહેા રાઉન્ડમાં બહાર થઈ ગયા બાદ કહ્યું હતું કે, તે ટીમમાંસર્જરી કરશે. પરંતુ એવું કંઈ થયું નહી. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, મરતે દમ તક સર્જરી ચાલુ રહેશે. 

આ સમાચાર શેર કરો