Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After Cheteshwar Pujara these Indian players can also retire

ચેતેશ્વર પુજારા પછી આ ભારતીય ખેલાડીઓ પણ લઈ શકે છે નિવૃત્તિ, ઘણા સમયથી ટીમમાં નથી મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ચેતેશ્વર પુજારા પછી આ ભારતીય ખેલાડીઓ પણ લઈ શકે છે નિવૃત્તિ, ઘણા સમયથી ટીમમાં નથી મળ્યું સ્થાન
સોર્સ : Google

24 ઓગસ્ટના રોજ, ચેતેશ્વર પુજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. તેની વાપસી દિવસેને દિવસે મુશ્કેલ બનતી જતી હતી. આવી સ્થિતિમાં, તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. પુજારાએ ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે શાનદાર રમત બતાવી હતી. તેણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે. જોકે, હવે પુજારા પછી, અન્ય 3 ભારતીય ખેલાડીઓ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

App Store

આ ત્રણ ખેલાડીઓ નિવૃત્તિ લઈ શકે છે

પુજારા પછી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી અને ઈશાંત શર્મા પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ ખેલાડીઓ લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. હાલમાં, BCCI આ ખેલાડીઓને તકનથી  આપી રહ્યું, કારણ કે આ ખેલાડીઓની ઉંમર થઈ ગઈ છે અને બોર્ડ યુવા ખેલાડીઓને તૈયાર કરવા માંગે છે. આવી સ્થિતિમાં, આ 3 ખેલાડીઓ બોર્ડની યોજનામાં નથી. હવે એવું માનવામાં આવે છે કે પુજારા પછી, આ 3 ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

રહાણેએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ત્યારબાદ તેની પસંદગી નહતી કરવામાં આવી. હનુમાએ પોતાની છેલ્લી મેચ 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ ઉપરાંત, ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં કાનપુરની ધરતી પર ન્યુઝીલેન્ડ સામે રમી હતી.

આવી થી છે ત્રણેય ખેલાડીની ટેસ્ટ કારકિર્દી

રહાણેએ ભારત માટે અત્યાર સુધી 85 ટેસ્ટ મેચમાં 38.46ની એવરેજ સાથે 5077 રન બનાવ્યા છે. આ ઉપરાંત, 31 વર્ષીય હનુમાએ 16 ટેસ્ટ મેચમાં ભારત માટે 839 રન બનાવ્યા છે. જ્યારે ઈશાંત શર્માએ લાંબા સમય સુધી ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે.