VIDEO: લગ્નના બંધનમાં બંધાયો અફઘાનિસ્તાની લેગ સ્પિનર, રાશિદ ખાને ફેન્સને આપેલું વચન તોડ્યું
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ગુરુવારે (3 ઓક્ટોબર) લગ્ન કરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે પશ્તુ

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ગુરુવારે (3 ઓક્ટોબર) લગ્ન કરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે પશ્તુન રીતિ-રિવાજ મુજબ અફઘાનિસ્તાનમાં લગ્ન કર્યા છે. રાશિદ ખાનની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યા. અર્થાત એક સાથે ચારેય ભાઈઓએ લગ્ન ર્યા છે. જો કે રાશિદની પત્ની કોણ છે તે અંગે કોઈ માહિતી નથી. તેમજ તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નથી.
અફઘાનિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર રાશિદ ખાને 3 ઓક્ટોબરે આયોજિત ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યોજાયેલા લગ્નમાં રાશિદે પરંપરાગત પશ્તુન રીત-રિવાજો અપનાવ્યા હતા. એક પ્રશંસકને સોશિયલ મીડિયા પર કોઈ સવાલનો જવાબ આપતાં રાશિદ ખાને ગયા વર્ષે કહ્યું હતું કે, જ્યાં સુધી તે વર્લ્ડ કપ નહીં જીતાડે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. પરંતુ તેણે લગ્ન કરી લીધા છે.
વિશ્વના ટોચના લેગ સ્પિનરોમાંથી એક અફઘાનિસ્તાનના રાશિદ ખાનના લગ્ન પૂરા ધામધૂમથી થયા હતા. આ લગ્નમાં ઘણા ક્રિકેટરો અને વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ લગ્નમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાન, અનુભવી ખેલાડી મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લાહ ઝદરાન અને ઘણા ખેલાડીઓ હાજર રહ્યા હતા. ઘણા ખેલાડીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી રાશિદ ખાનને અભિનંદન પાઠવ્યા હતા.
26 વર્ષીય રાશિદે 2015માં અફઘાનિસ્તાન તરફથી ડેબ્યૂ કર્યું હતું. ટૂંક સમયમાં જ તે વિશ્વના શ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક બની ગયો. રાશિદ T20 લીગનો અનુભવી ખેલાડી છે અને તે વિશ્વની લગભગ તમામ મોટી ટુર્નામેન્ટમાં પણ ભાગ લે છે.






