Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ACA-VDCA Cricket Stadium pitch report for 4th T20I match

IND vs NZ / શું ફરી થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે બોલર્સનો ચાલશે જાદુ? ચોથી T20I માટે કેવી હશે પિચ?

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / શું ફરી થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે બોલર્સનો ચાલશે જાદુ? ચોથી T20I માટે કેવી હશે પિચ?
સોર્સ : GSTV

ગુવાહાટીમાં સિરીઝ જીત્યા પછી ટીમ ઈન્ડિયા સિરીઝની ચોથી T20I મેચમાં વિશાખાપટ્ટનમમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20I માત્ર 10 ઓવરમાં જીતી લીધી હતી. અભિષેક શર્માએ બેટિંગથી ભારે તબાહી મચાવીને 20 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવ પણ ફોર્મમાં પાછો ફર્યો છે. જસપ્રીત બુમરાહ બોલ સાથે ઉત્તમ ફોર્મમાં હતો અને રવિ બિશ્નોઈનો જાદુ પણ જોવા મળ્યો હતો.

App Store

વિશાખાપટ્ટનમની પિચ કેવી હશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની ચોથી T20I વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થાય છે. વિશાખાપટ્ટનમનું આ મેદાન બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે.

પિચમાં સારો ઉછાળ હોવાને કારણે બોલ સારી રીતે બેટ પર આવે છે. આનો અર્થ એ છે કે પહેલી ત્રણ T20I મેચની જેમ ફેન્સને ચોથી મેચમાં પણ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે.

આંકડા શું કહે છે?

આ મેદાન પર અત્યાર સુધી કુલ 12 T20I મેચ રમાઈ છે અને તેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે ફક્ત 3 જ મેચ જીતી છે. જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમે 9 મેચ જીત મેળવી છે. અહીં પ્રથમ ઈનિંગમાં એવરેજ સ્કોર 127 છે, જ્યારે બીજા ઈનિંગમાં એવરેજ સ્કોર 117 છે.

ભારતીય ટીમે 2023માં આ જ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આનો અર્થ એ છે કે આ મેદાન પર ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય વધુ ફાયદાકારક સાબિત થાય છે.