Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma got angry over Ishan Kishan's run out

VIDEO: IND vs ENG / ઈશાન કિશનના રનઆઉટ પર ભડક્યો અભિષેક શર્મા, મેચ બાદ વાયરલ થઈ બંનેની વાતચીતની ક્લિપ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડ સામેની પહેલી T20Iમાં ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે બીજી ઓવરમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે થયેલી ગેરસમજથી ભારતને મોટો ઝટકો લાગ્યો હતો.

App Store

બંને બેટ્સમેન રન લેવાને લઈને સંકલન ન કરી શક્યા. ઈશાન કિશન રન લેવાનોપ્રયાસ કરતી વખતે રનઆઉટ થઈ ગયો. આ ઘટના બાદ, સ્ટમ્પ માઈકે બંને ખેલાડીઓ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

અભિષેક ઈશાન કિશન પર ભડક્યો

રનઆઉટ પછી, ઈશાન કિશનએ અભિષેક શર્માને પૂછ્યું, "તું કેમ દોડ્યો નહીં? મારો કોલ હતો." અભિષેકે નારાજગી સાથે જવાબ આપ્યો, "તું શું કરી રહ્યો છે યાર? તારે પહેલા બોલ જવા દેવો જોઈતો હતો. તને શું લાગે છે? તે આઉટ છે કે નોટ આઉટ?" ઈશાને જવાબ આપ્યો કે તે ક્લોઝ લાગે છે, પરંતુ થર્ડ અમ્પાયરે તેને રન આઉટ જાહેર કર્યો, જેના કારણે તેને પવેલિયન પરત ફરવાની ફરજ પડી. ઈશાન અને અભિષેક શર્મા વચ્ચેની આ વાતચીત સ્ટમ્પ માઈક પર કેદ થઈ ગઈ.

ભારતીય કેપ્ટન ટોસ જીત્યો

ભારતીય ટીમ બીજી ઓવરમાં બે વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મિડલ ઓર્ડરના બેટ્સમેનો પાસે ઈનિંગને સ્થિર કરવાની મોટી જવાબદારી હતી. અગાઉ, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસન ઈનિંગની શરૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ પ્રથમ વિકેટ માટે ફક્ત છ રન જ ઉમેરી શક્યા હતા. સંજુ બીજી ઓવરમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. તે જ ઓવરમાં, ઈશાન કિશન રન આઉટ થયો હતો, જે પોતાનું ખાતું પણ નહતો ખોલી શક્યો.