Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma creates history in first match on England tour

VIDEO: IND vs ENG / ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહેલી મેચમાં જ અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, એક સાથે તોડ્યા બે રેકોર્ડ્સ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના યુવા ઓપનર અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ તોફાની ઈનિંગ સાથે જ ઈંગ્લેન્ડની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ હવે અભિષેકના નામે થઈ ગયો છે.

App Store

ઈંગ્લેન્ડ સામેની આ પ્રથમ મેચમાં અભિષેકે માત્ર 20 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ મુકાબલામાં તેણે કુલ 24 બોલ રમીને 59 રન બનાવ્યા હતા, પરંતુ આઉટ થતાં પહેલાં તે કેએલ રાહુલનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી ગયો હતો.

કેએલ રાહુલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

અભિષેક શર્મા હવે ઈંગ્લેન્ડની ધરતી પર ભારત તરફથી સૌથી ઝડપી T20 અડધી સદી લગાવનાર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલના નામે હતો, જેણે વર્ષ 2018માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે 27 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. અભિષેકે પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

અભિષેક શર્મા માટે આ UK પ્રવાસ અત્યાર સુધી ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં તેણે તોફાની અંદાજમાં 49 રન બનાવ્યા હતા, પરંતુ બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જોકે, ઈંગ્લેન્ડ સામે કમબેક કરીને તેણે પોતાની T20 આંતરરાષ્ટ્રીય કરિયરની 11મી અડધી સદી ફટકારી દીધી છે.

સૌથી ઝડપી 100 સિક્સ મારવાનો વર્લ્ડ રેકોર્ડ

આ જ મેચ દરમિયાન અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સ પૂરી કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અભિષેકે માત્ર 785 બોલ રમીને સિક્સની સેન્ચુરી પૂરી કરી છે. આ મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 100 છગ્ગા પૂરા કરવા માટે 789 બોલ રમ્યા હતા.

  • અભિષેક શર્મા (ભારત) - 785
  • એવિન લુઈસ (વેસ્ટ ઈન્ડિઝ) - 789
  • સૂર્યકુમાર યાદવ (ભારત) - 1007

અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં 1000 કરતા ઓછા બોલ રમીને 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને સૂર્યકુમાર યાદવ છે, જેણે 1007 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.