Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma broke Chris Gayle's Record in T20 Cricket

VIDEO: અભિષેક શર્માએ 135 રન બનાવીને હાંસલ કરી મોટી સિદ્ધિ, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ની 31મી મેચમાં અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની બીજી IPL સદી ફટકારી છે. દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં અભિષેકે 68 બોલમાં અણનમ 135 રન બનાવ્યા હતા. અભિષેકે રેકોર્ડબ્રેક પ્રદર્શનથી યુનિવર્સ બોસ તરીકે ઓળખાતા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે.

App Store

અભિષેક શર્માએ પોતાની 135 રનની ઈનિંગમાં 10 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે દિલ્હી કેપિટલ્સના દરેક બોલર સામે રન બનાવ્યા હતા. દિલ્હીના 6 બોલર્સે બોલિંગ કરી, જે બધાએ 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. કુલદીપે બે ઓવરમાં 30 રન, મુકેશ કુમારે ચાર ઓવરમાં 53 રન અને નીતિશ રાણાએ ચાર ઓવરમાં 55 રન આપ્યા હતા.

અભિષેકે ગેલને પાછળ છોડી દીધો

અભિષેક શર્મા T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 130 રનની ઈનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ચોથી વખત આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા તેણે 2025માં પંજાબ કિંગ્સ સામે 141 રન બનાવ્યા હતા, જે તેની સૌથી મોટી IPL ઈનિંગ છે. તેણે ક્રિસ ગેલ અને એરોન ફિન્ચને પાછળ છોડી દીધા હતા, જેમણે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે.

ચાર વખત 130થી વધુ રન

2 ફેબ્રુઆરી, 2025ના રોજ અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 135 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ T20I ક્રિકેટમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી મોટી ઈનિંગ છે..

ત્યારબાદ તેણે IPL 2025માં પંજાબ કિંગ્સ સામે 141 રન બનાવ્યા હતા, જે IPL ઈતિહાસમાં તેની સૌથી મોટી ઈનિંગ હતી. આ ઈનિંગમાં, જે 55 બોલમાં આવી હતી, તેણે 14 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ માટે રમતા, અભિષેક શર્માએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ સામે 148 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગમાં 52 બોલમાં 16 છગ્ગા ફટકાર્યા હતા.

ગઈકાલે (21 એપ્રિલ) અભિષેક શર્માએ IPL 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 135 રન બનાવ્યા હતા. આ ચોથી વખત હતું, જ્યારે તેણે T20 ક્રિકેટમાં 130થી વધુ રન બનાવ્યા હતા અને આમ કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો હતો.