Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Abhishek Sharma breaks world record by scoring a half-century in 1st T20I

IND vs NZ / અભિષેક શર્માએ ધમાકેદાર અડધી સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ સિંહને પણ પાછળ છોડ્યો

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / અભિષેક શર્માએ ધમાકેદાર અડધી સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ સિંહને પણ પાછળ છોડ્યો
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં તોફાની ઈનિંગ રમી હતી. નાગપુર ખાતે રમાયેલી આ મેચમાં અભિષેકે માત્ર 22 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે અભિષેક શર્માએ કેટલાક રેકોર્ડ તોડ્યા હતા. આ વિસ્ફોટક ઈનિંગે ટીમને મજબૂત શરૂઆત પણ આપી હતી.

App Store

અભિષેક શર્માની રેકોર્ડતોડ અડધી સદી

આ ધમાકેદાર ઈનિંગ સાથે અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી T20I અડધી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વધુમાં અભિષેકે બીજી એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, તેણે T20I મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં તેના ગુરુ યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. યુવરાજ સિંહે તેની સમગ્ર T20I કારકિર્દીમાં 73 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ અભિષેકે આ મેચમાં 2 છગ્ગા ફટકારતા જ યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. યુવરાજે તેની T20I કારકિર્દીમાં કુલ 58 મેચની 51 ઈનિંગ્સમાં કુલ 74 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માએ અત્યાર સુધી 34 મેચની 33 ઈનિંગ્સમાં 81 છગ્ગા ફટકાર્યા છે. અભિષેકે ન્યુઝીલેન્ડસામેની પહેલી મેચમાં કુલ 35 બોલ રમ્યા અને 240ના સ્ટ્રાઇક રેટથી 84 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

અભિષેક શર્માએ પોતાની T20I કારકિર્દીમાં 8મી વખત 25 બોલ કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હતી, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. તેણે આ યાદીમાં ફિલ સોલ્ટ, સૂર્યકુમાર યાદવ અને એવિન લુઈસ જેવા સ્ટાર બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ દરેક ખેલાડીઓએ 25 કે તેથી ઓછા બોલમાં 7-7 વખત T20I અડધી સદી ફટકારી છે. જોકે, અભિષેક શર્મા હવે બીજા બધાને પાછળ છોડી ચૂક્યો છે, તેણે ફક્ત 34 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીને ધ્યાનમાં લઈને પણ અભિષેક શર્માની આ ઈનિંગ મહત્ત્વપૂર્ણ છે. યુવા ઓપનરે ફરી એકવાર મોટી મેચોમાં મોટા શોટ મારવાની ક્ષમતા સાબિત કરી છે. અભિષેકનું ફોર્મ કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ માટે એક મોટો પ્લસ પોઈન્ટ બની શકે છે.