Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : A unique achievement recorded in the name of KL Rahul in Test

VIDEO: કેએલ રાહુલના નામે નોંધાઈ અનોખી સિદ્ધિ, 149 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્રિકેટ જગતમાં 'હંડ્રેડ એન્ડ આઉટ' વાક્ય ઘણું પ્રખ્યાત છે, જેનો અર્થ થાય છે કે બેટર સદી પૂરી કરીને તરત જ પોતાની વિકેટ ગુમાવી બેસે. પરંતુ હવે આ વાક્ય વૈશ્વિક સ્તરે ભારતીય સ્ટાર બેટર કેએલ રાહુલ સાથે જોડાઈ ગયું છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે રાહુલે એક એવો અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષથી વધુના ઈતિહાસમાં કોઈપણ બેટર ક્યારેય નથી બનાવી શક્યો.

App Store

સદીની ઉજવણી લાંબો સમય ન ટકી 

શનિવારે ભારતીય ઈનિંગ દરમિયાન ન્યૂ ચંડીગઢની પિચ પર અનુભવી જમણા હાથના ઓપનર કેએલ રાહુલે અફઘાન બોલર ઝિયાઉર રહેમાન શરીફીને શાનદાર ફ્લિક શોટ ફટકારીને બે રન લીધા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની 12મી સદી પૂરી કરી હતી. સદી પૂરી થતાં જ રાહુલે હંમેશની જેમ હેલ્મેટ ઉતારી, હવામાં હાથ ઊંચા કરીને ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ ખુશી માત્ર એક બોલ પૂરતી જ સીમિત રહી. સદી પૂરી કર્યા પછીના જ બોલ પર ઝિયાઉર રહેમાને ઓફ-સ્ટમ્પની સહેજ બહાર લુપી હાફ-વોલી બોલ ફેંક્યો. રાહુલે તેને મિડલ કરીને શાનદાર કવર ડ્રાઈવ ફટકારી, જે જોવામાં એકદમ પરફેક્ટ બાઉન્ડ્રી જેવી લાગતી હતી. જોકે, શોર્ટ કવર પર ફિલ્ડિંગ ભરી રહેલા અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે ચિત્તા જેવી ચપળતા બતાવી જમણી બાજુ અદ્ભુત ડાઈવ લગાવીને કેચ ઝડપી લીધો હતો. આ સાથે જ રાહુલની 165 બોલમાં બરાબર 100 રનની ઈનિંગનો આશ્ચર્યજનક અંત આવ્યો હતો.

સચિન-ગાંગુલી સહિત વૈશ્વિક દિગ્ગજોના રેકોર્ડ ધ્વસ્ત

આ અનોખી ઈનિંગ સાથે જ કે.એલ. રાહુલે ભારત અને વિશ્વ ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત બરાબર 100 રન પર આઉટ થનાર કેએલ રાહુલ પ્રથમ ભારતીય બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેઓ કરિયરમાં બે વાર બરાબર 100 રને આઉટ થયા હતા. વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને ગ્રીમ વુડ 3-3 વાર તેમજ ઈંગ્લેન્ડના સર લિયોનાર્ડ હટન 4 વાર બરાબર 100 રને આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે.

રાહુલ કેમ બન્યો ખાસ?

જોકે આ તમામ દિગ્ગજો અલગ-અલગ સમયે 100 રને આઉટ થયા હતા, જ્યારે કે.એ.લ રાહુલે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સતત ત્રણ ઈનિંગમાં બરાબર 100 રન બનાવીને આઉટ થવાની અનોખી હેટ્રિક નોંધી છે. આ અવિશ્વસનીય સાતત્યતાએ રાહુલને ક્રિકેટના ઈતિહાસના પાનાઓ પર અમર કરી દીધો છે.