Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 5 players can be cut from the upcoming ODI series

VIDEO: આગામી ODI સિરીઝમાંથી કપાઈ શકે છે 5 ખેલાડીઓના પત્તા, એકે તો લોર્ડ્સમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ શરમનાક હાર બાદ હવે ટીમમાં ફેરબદલની કવાયત શરૂ થઈ ગઈ છે. સમગ્ર સિરીઝ દરમિયાન કેટલાક ખેલાડીઓને પોતાની જાતને સાબિત કરવાની પૂરતી તક મળી હતી, પરંતુ તેઓ આશાઓ પર ખરા ન ઉતરી શક્યા. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આગામી ODI સિરીઝ માટે ચીફ સિલેક્ટર અને સિલેક્શન કમિટી ટીમમાંથી 5 નવા ખેલાડીઓને સ્થાન આપી શકે છે. જુના પાંચ ખેલાડીઓની હકાલપટ્ટી કરી શકે છે.

App Store

ગુરનૂર બરાર: લોર્ડ્સમાં નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

ગુરનૂર બરાર માટે આ સિરીઝ ઉતાર-ચઢાવવાળી રહી. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી અને 26 રન પણ બનાવ્યા, પરંતુ લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક મેચમાં તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. તેણે પોતાના 10 ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ લીધા વગર 97 રન આપી દીધા હતા. લોર્ડ્સના મેદાન પર કોઈ પણ ભારતીય બોલર દ્વારા ફેંકાયેલો આ સૌથી મોંઘો સ્પેલ બની ગયો છે.

વોશિંગ્ટન સુંદર: ખરાબ ફોર્મ અને ફિટનેસની સમસ્યા

વોશિંગ્ટન સુંદર આ ODI સિરીઝમાં ન તો બેટથી કોઈ કમાલ કરી શક્યો કે ન તો બોલિંગમાં કોઈ ખાસ યોગદાન આપી શક્યો. આ ઉપરાંત સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જવું તેના માટે મોટો ઝટકો સાબિત થયો છે. સતત ફિટનેસની સમસ્યાઓ અને ખરાબ ફોર્મને જોતાં ODI ટીમમાં તેના સ્થાન પર મોટા સવાલો ઊભા થયા છે.

ઈશાન કિશન: તક મળવા છતાં ફ્લોપ

કેએલ રાહુલના બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયેલા ઈશાન કિશનને 2 મેચ રમવાની તક મળી હતી, પરંતુ તે એનો ફાયદો ન ઉઠાવી શક્યો. બંને મેચો મળીને તેના બેટમાંથી માત્ર 15 રન જ નીકળ્યા હતા. આ જ કારણ છે કે આગામી સિરીઝ માટે તેનું સ્થાન પણ જોખમમાં મુકાયું છે.

શિવમ દુબે: શૂન્ય પર આઉટ થતાં ઉપયોગિતા પર સવાલ

ઓલરાઉન્ડર શિવમ દુબેને શરૂઆતની 2 મેચમાં મોકો આપવામાં આવ્યો હતો. બોલિંગમાં તેણે 12 ઓવરમાં 2 વિકેટ ચોક્કસ લીધી હતી, પરંતુ બેટિંગમાં તે સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. આખી સિરીઝમાં તે પોતાનું ખાતું પણ ખોલી નહતો શક્યો (0 રન). આથી ઓલરાઉન્ડર તરીકે તેની ટીમમાં જરૂરિયાત સામે સવાલો ઊભા થયા છે.

પ્રિન્સ યાદવ: ડેબ્યુ બોલરની ધુલાઈ

હર્ષિત રાણાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરાયેલા પ્રિન્સ યાદવ પણ કોઈ છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને 1 મેચ રમવાની તક મળી, જેમાં તેણે 10 ઓવરમાં 79 રન આપી દીધા અને કોઈ વિશેષ પ્રભાવ ન પાડી શક્યો. પરિણામે, આગામી ODI સિરીઝમાં તેની વાપસી મુશ્કેલ માનવામાં આવી રહી છે.