Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 43 year old record breaking: 3 centuries in 1 innings The Windies Batsmen flew the ducks of Indian bowling!

43 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત: 1 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી વિન્ડિઝ બેટર્સે ભારતીય બોલિંગના છોતરાં ઉડાડ્યા!

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
43 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત: 1 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી વિન્ડિઝ બેટર્સે ભારતીય બોલિંગના છોતરાં ઉડાડ્યા!
સોર્સ : gstv

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત સામે રમાઈ રહેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે વિસ્ફોટક બેટિંગ કરીને 5 મોટા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝનો પરાજય થયો હતો, પરંતુ બીજી મેચમાં કેરેબિયન ટીમે શ્રેણી 1-1થી બરાબર કરવાના મક્કમ ઈરાદા સાથે શરૂઆતથી જ દબદબો બનાવી દીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રન ખડકી દીધા હતા અને 1983ના જમશેદપુર ખાતે નોંધાયેલા 333/8 રનના 43 વર્ષ જૂના રેકોર્ડને તોડીને ભારત સામે પોતાનો સર્વોચ્ચ વન-ડે ટીમ સ્કોર નોંધાવ્યો હતો.

App Store

એક જ ઇનિંગ્સમાં તૂટ્યા 5 મોટા રેકોર્ડ

1… ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો સર્વોચ્ચ વન-ડે સ્કોર: વેસ્ટ ઈન્ડિઝે 1983માં જમશેદપુર ખાતે બનાવેલા 333/8 રનનો 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ભારત સામે 50 ઓવરમાં 7 વિકેટે 405 રન સાથે પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો.
2. એક જ ઇનિંગ્સમાં ત્રણ સદી: વેસ્ટ ઈન્ડિઝના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ વન-ડે ઇનિંગ્સમાં 3 બેટર્સ (જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂ)એ સદી ફટકારી. વિશ્વ ક્રિકેટમાં પણ આવી ઘટના માત્ર છઠ્ઠી વખત બની છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ભારત સામેની મેચમાં એક મેચમાં સૌથી વધુ ખેલાડીએ સદી ફટકારી હોય તેવી બે ઘટના બની છે, તેમાં 1983માં એક મેચમાં ગોર્ડન ગ્રીનિજ (115) અને વિવ રિચર્ડ્સ (149) તે પછી 2019માં શાઈ હોપ (102) અને શિમરોન હેટમાયરે (139) સદી ફટકારી હતી.
3.  ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી સદી: જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી ફટકારીને રિકાર્ડો પોવેલનો 72 બોલનો જૂનો રેકોર્ડ તોડ્યો.ૉ
4.  ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી અડધી સદી: જ્હોન કેમ્પબેલે માત્ર 29 બોલમાં અડધી સદી પૂર્ણ કરીને ક્રિસ ગેલના 30 બોલના રેકોર્ડને પાછળ છોડ્યો.
5. વેસ્ટ ઈન્ડિઝ માટે સદીઓની બાબતમાં બ્રાયન લારાને પાછળ છોડ્યા: શાઈ હોપે પોતાની 20મી વન-ડે સદી ફટકારીને બ્રાયન લારાના 19 સદીના રેકોર્ડને તોડ્યો.

વેસ્ટ ઈન્ડિઝે રચ્યો ઈતિહાસ: એક જ ઇનિંગ્સમાં ત્રણ બેટરે ફટકારી સદી

આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ત્રણ બેટરોએ સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂએ સદી ફટકારીને વન-ડે ક્રિકેટના વિશિષ્ટ રેકોર્ડમાં વેસ્ટ ઈન્ડિઝનું નામ કાયમ માટે અંકિત કર્યું છે. આ ત્રિપુટીના શાનદાર પ્રદર્શનના કારણે ભારત સામેની મેચમાં પ્રથમ વખત વિન્ડિઝના ત્રણ બેટર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારવાની અનોખી સિદ્ધિ મેળવી છે.

જ્હોન કેમ્પબેલની ભારત સામે ફાસ્ટેસ્ટ સદી

ઓપનર જ્હોન કેમ્પબેલે શાનદાર શરૂઆત અપાવતાં માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. ડાબોડી બેટર કેમ્પબેલે 17મી ઓવરમાં પ્રથમ મેચના સ્ટાર બોલર કુલદીપ યાદવના બોલ પર સિંગલ રન લઈને પોતાની સદી પૂર્ણ કરી હતી. તેણે 68 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. 65 બોલમાં સદી ફટકારીને કેમ્પબેલે ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી વન-ડે સદી નોંધાવી રિકાર્ડો પોવેલનો 72 બોલનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત, તેણે માત્ર 29 બોલમાં અડધી સદી પૂરી કરીને ક્રિસ ગેલના 30 બોલમાં અડધી સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.

ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી સદી

  • જ્હોન કેમ્પબેલ 65 બોલ (ગુવાહાટી, 2026)
  • રિકાર્ડો પોવેલ 72 બોલ (સિંગાપોર, 1999)
  • માર્લોન સેમ્યુઅલ્સ 73 બોલ (વિજયવાડા, 2002)
  • શિમરોન હેટમાયર 74 બોલ (ગુવાહાટી, 2018)
  • શિમરોન હેટમાયર 85 બોલ (ચેન્નઈ, 2019)

ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી અડધી સદી

  • જ્હોન કેમ્પબેલ 29 બોલ (ગુવાહાટી, 2026)
  • ક્રિસ ગેલ 30 બોલ (અમદાવાદ, 2002 તેમજ પોર્ટ ઓફ સ્પેન, 2019)
  • વેવેલ હાઇન્ડ્સ 32 બોલ (વડોદરા, 2002)
  • નિકોલસ પૂરન 33 બોલ (વિશાખાપટ્ટનમ, 2019)

શાઈ હોપની 20મી વન-ડે સદી

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન અને વિકેટકીપર શાઈ હોપે પણ શાનદાર સદી નોંધાવી હતી. હોપે 94 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 104 રન બનાવીને પોતાની કારકિર્દીની 20મી વન-ડે સદી પૂરી કરી હતી. આ સદી સાથે હોપે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાના 19 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

અમીર જાંગૂની 114 રનની વિસ્ફોટક ઇનિંગ્સ

ત્યારબાદ અમીર જાંગૂએ આક્રમક બેટિંગ સંભાળતાં 77 બોલમાં 114 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જાંગૂએ પોતાની સદી માત્ર 70 બોલમાં પૂરી કરી હતી અને ત્યારબાદ પણ ઝડપી રન બનાવીને ટીમના સ્કોરને 350ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હોપ અને જાંગૂ વચ્ચે 182 રનની ભાગીદારી

કેમ્પબેલ આઉટ થયા બાદ શાઈ હોપ અને અમીર જાંગૂએ વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સને મજબૂતી આપી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 182 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. આ ભાગીદારી દરમિયાન બંને બેટર્સે પોતપોતાની સદી પૂર્ણ કરી ભારતીય બોલરો પર સતત દબાણ બનાવી રાખ્યું હતું.

7 વિકેટે 405 રન સાથે નવો કીર્તિમાન

વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 405 રન બનાવીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સ્કોર ભારત સામે વેસ્ટ ઈન્ડિઝના સમગ્ર વન-ડે ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ સ્કોર સાબિત થયો છે અને વર્ષ 1983ના જમશેદપુર ખાતે નોંધાયેલા 333 રનના જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. ઇનિંગ્સના અંતિમ તબક્કામાં રોસ્ટન ચેઝે અણનમ 29 રન અને શમર જોસેફે અણનમ 14 રનનું ઉપયોગી યોગદાન આપી સ્કોર 400ને પાર પહોંચાડ્યો હતો. ભારત સામેની આ બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝની બેટિંગે ક્રિકેટ રેકોર્ડ બુકમાં એક યાદગાર સુવર્ણ અધ્યાય ઉમેરી દીધો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News