Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : '2023 defeat is not forgotten, the unfinished task is to be completed...' Big boom for Shubman Gill before the match against West Indies!

'2023ની હાર ભુલાઈ નથી, અધૂરું કામ પૂરું કરવું છે...' વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ પહેલાં શુભમન ગિલનો મોટો હુંકાર!

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
'2023ની હાર ભુલાઈ નથી, અધૂરું કામ પૂરું કરવું છે...' વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ પહેલાં શુભમન ગિલનો મોટો હુંકાર!
સોર્સ : gstv

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડે પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે સત્તાવાર બ્રોડકાસ્ટર જિયો-સ્ટાર સ્પોર્ટ્સ સાથે ખાસ વાતચીતમાં આગામી વનડે વર્લ્ડ કપ, પોતાની કેપ્ટનશિપ અને ટીમના વરિષ્ઠ ખેલાડીઓની ભૂમિકા અંગે ખુલીને વાત કરી છે. બીજી વનડેમાં વનડે ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારીને વૈશ્વિક સ્તરે છવાઈ ગયેલા ગિલે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમનું લક્ષ્ય આ વખતે અધૂરું કામ પૂરું કરવાનું છે.

App Store

'કેપ્ટન બનવાનું ક્યારેય સપનું નહોતું જોયું’

બંને ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવા અંગે ગિલે જણાવ્યું કે નાનપણથી મોટો થતાં ક્યારેય ભારતનો કેપ્ટન બનવાનું કોઈ ખાસ સપનું નહોતું. દેશ માટે રમવું અને મેચ જીતાડવી એ જ એકમાત્ર લક્ષ્ય હતું. કેપ્ટનશિપ મળવા પર તેણે કહ્યું, "આ મારા માટે મોટું સન્માન અને મોટી જવાબદારી છે. હું તેને માત્ર એક જવાબદારી તરીકે જોઉં છું, જેનાથી મારા પર કોઈ વધારાનું દબાણ આવતું નથી. સાચી દાનત સાથે કામ કરવામાં આવે તો બધું જ આપોઆપ યોગ્ય થઈ જાય છે."

'2023ની હાર ભૂલાતી નથી, અમારું કામ હજુ અધૂરું છે’

વર્ષ 2023ના વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર પર ગિલે કહ્યું, "હા, એ અધૂરું કામ છે જેને અમારે પૂરું કરવાનું છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં અમે સર્વશ્રેષ્ઠ ટીમની જેમ રમ્યા હતા, પરંતુ ફાઇનલમાં હારી ગયા. દેશ માટે વર્લ્ડ કપ રમવાની તકો વારંવાર નથી મળતી, તેથી ફરી એકવાર વર્લ્ડ કપમાં રમવા સક્ષમ બનવા બદલ હું આભારી છું."

'હવે નંબર-1 બેટ્સમેનના ટેગથી કોઈ ફરક નથી પડતો’

ICC રેન્કિંગ અંગે ગિલે સ્પષ્ટતા કરી કે 2023 વર્લ્ડ કપ દરમિયાન જ્યારે તે પ્રથમ વખત વિશ્વના નંબર-1 વનડે બેટ્સમેન બન્યો ત્યારે બાળપણનું એક લક્ષ્ય પૂરું થયું હોય તેવું લાગ્યું હતું. પરંતુ હવે એ ટેગથી કોઈ ખાસ ફરક પડતો નથી. મેદાનમાં ઊતરીને બેટિંગ કરતી વખતે ટીમને કેવી રીતે જીત અપાવવી અને પોતાનું યોગદાન આપવું એ જ સૌથી વધુ મહત્ત્વનું છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી અણમોલ

બંને દિગ્ગજ ખેલાડીઓ અંગે ગિલે કહ્યું, "હું પોતાને અત્યંત ભાગ્યશાળી માનું છું. વિરાટ ભાઈ કદાચ દુનિયાના સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેન છે અને રોહિત ભાઈ વિશ્વના શ્રેષ્ઠ વનડે ઓપનર છે. આ બંને ખેલાડીઓનો અનુભવ ટીમ માટે અમૂલ્ય છે.”

વધુમાં તેણે ઉમેર્યું કે તે માત્ર રોહિત-વિરાટ જ નહીં, પરંતુ કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર પાસેથી પણ સલાહ લેવાનું પસંદ કરે છે અને તમામના સૂચનો ધ્યાને રાખીને શ્રેષ્ઠ નિર્ણય લે છે.