14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, અનુભવી ખેલાડીઓ સાથે જોવા મળશે

ભારતની અંડર-19 ટીમના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું કદ સતત વધી રહ્યું છે. વૈભવ ટીમ ઈન્ડિયા માટે રમ્યા વિના સ્ટાર બની ગયો છે. સૂર્યવંશીએ અંડર-19 ટીમમાં જ કમાલ કરીને ફેન્સના દિલમાં સ્થાન બનાવ્યું છે. IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 14 વર્ષીય યુવા સ્ટાર સૂર્યવંશીને હવે મોટી જવાબદારી મળી છે. જેમાં વૈભવ 29 ઓગસ્ટ 2025ના રોજ એક કાર્યક્રમમાં અનુભવી ખેલાડીઓ સાથે જોવા મળશે.
વૈભવ સૂર્યવંશીને મોટી જવાબદારી મળી
ભારતનો ઉભરતો સ્ટાર વૈભવ સૂર્યવંશી નેશનલ સ્પોર્ટ્સ ડેના વિશેષ કાર્યક્રમમાં પ્રો કબડ્ડી લીગ (PKL) સિઝન 12 લોન્ચ કરશે. આ કાર્યક્રમમાં બેડમિન્ટન દિગ્ગજ પુલેલા ગોપીચંદ, હોકી દિગ્ગજ ધનરાજ પિલ્લઈ અને કબડ્ડી સુપરસ્ટાર પ્રદીપ નરવાલ જેવા ઘણા સ્ટાર્સ પણ સૂર્યવંશી સાથે સ્ટેજ શેર કરશે. PKL એક સફળ ટુર્નામેન્ટ છે. આવી સ્થિતિમાં, આ 14 વર્ષીય સ્ટાર દ્વારા ટુર્નામેન્ટ લોન્ચ કરવી એ એક મોટી સિદ્ધિ છે. અગાઉ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોએ પણ આ ટુર્નામેન્ટ લોન્ચ કરી છે. સૂર્યવંશી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો છે. જ્યાં તે ODI અને ટેસ્ટ બંને ફોર્મેટમાં અંડર 19 ટીમનો ભાગ છે.
સૂર્યવંશીએ તાજેતરના સમયમાં કમાલ કરી છે
વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 7 મેચ રમી હતી. જેમાં તેણે 36ની એવરેજથી 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન, સૂર્યવંશીની સ્ટ્રાઈક રેટ 206.55 રહી છે. સૂર્યવંશીએ IPLમાં શાનદાર સદી પણ ફટકારી છે. વૈભવ સૂર્યવંશીએ બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5 મેચ રમી છે. તેણે લિસ્ટ Aમાં 6 મેચ પણ રમી છે. ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં, તેણે પહેલી મેચમાં 48 રન બનાવ્યા અને બીજી મેચમાં 45 રનની ઈનિંગ રમી હતી. સૂર્યવંશીએ ત્રીજી ODIમાં 86 રન બનાવ્યા હતાર્યા. જ્યારે તેણે ચોથી ODIમાં શાનદાર સદી ફટકારીને 143 રન બનાવ્યા હતા. હવે તે ઓસ્ટ્રેલિયામાં પણ આ ફોર્મ ચાલુ રાખવા માંગશે.

