Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Zodiac signs increase in credit-worth, 12 September 2026, Saturday's horoscope

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 12 સપ્ટેમ્બર 2026, શનિવારનું રાશિફળ 

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 12 સપ્ટેમ્બર 2026, શનિવારનું રાશિફળ 
સોર્સ : gstv

મેષ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષ મોસાળપક્ષનું કામ જણાય.
વૃષભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઘટે.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન વાહનના કામમાં મુશ્કેલી રહ્યા કરે. કામનો ઉકેલ આવે નહીં.
કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આવક જણાય.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.
તુલા : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News