મેષ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, વાંચો તમારું 08 માર્ચ 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગ આપને મદદરૂપ થાય. વૃષભ :

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
વૃષભ : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે. રાજકીય સરકારી, કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે.
કર્ક : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ થઇ શકે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં ધીરજ રાખવી.
તુલા : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. પરદેશના કામ થાય.
મકર : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ ગેરસમજથી સંભાળવું.
કુંભ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે.








