11 માર્ચ 2025, મંગળવારનું રાશિફળ, આ રાશિના લોકોના જીવનમાં રહેશે ચિંતા
મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્ય

મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી જણાય. ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપના કામનો ઉકેલ આવતા દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહેતાં રાહત રહે. હર્ષ-લાભ રહે.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મકર : આપના કાર્યની સાથે જાહેર-સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા જણાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ઉતાવળ કરવી નહીં.
મીન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.








