મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ચૈત્ર નવરાત્રી 2026: ચોથું નોરતું; આ વ્રત કથા વગર મા કુષ્માંડાની પૂજા ગણાય છે અધૂરી, જાણો પૌરાણિક મહત્વ

ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. 'કુ' નો અર્થ નાન

ચૈત્ર નવરાત્રી 2026: ચોથું નોરતું; આ વ્રત કથા વગર મા કુષ્માંડાની પૂજા ગણાય છે અધૂરી, જાણો પૌરાણિક મહત્વ

ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. 'કુ' નો અર્થ નાનો, 'શ્મા' નો અર્થ ઊર્જા અને 'અંડ' નો અર્થ બ્રહ્માંડ થાય છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું અને ચારે તરફ માત્ર અંધકાર છવાયેલો હતો, ત્યારે દેવીએ પોતાના સૌમ્ય સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. આથી જ તેમને 'કુષ્માંડા' કહેવામાં આવે છે. જે ભક્ત નિષ્ઠાપૂર્વક માતાજીની પૂજા કરે છે અને વ્રત કથાનું શ્રવણ કરે છે, તેમને દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

મા કુષ્માંડા વ્રત કથા

સનાતન ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર, એક સમય એવો હતો જ્યારે સૂર્ય, ચંદ્ર કે પૃથ્વીનું કોઈ અસ્તિત્વ નહોતું. સમગ્ર બ્રહ્માંડમાં ગાઢ અંધકાર અને શાંતિ વ્યાપેલી હતી. જ્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બ્રહ્માંડની રચનાનું ચિંતન કર્યું, ત્યારે તેમણે આદ્યશક્તિ દેવી દુર્ગાનું આહ્વાન કર્યું.

ત્યારબાદ માતા દુર્ગા કુષ્માંડા સ્વરૂપે પ્રગટ થયા અને મંદ સ્મિત કર્યું. તેમના આ પવિત્ર સ્મિતથી ઊર્જાના મોજાંઓ ઉત્પન્ન થયા, અંધકાર દૂર થયો અને સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું. માતાજીએ પોતાના સ્મિતથી આ સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું નામ 'કુષ્માંડા' પડ્યું.

માતા કુષ્માંડાનું સ્વરૂપ

માતા કુષ્માંડાને આઠ હાથ હોવાથી તેઓ 'અષ્ટભુજા દેવી' તરીકે પણ ઓળખાય છે. તેમની પાસે તેમની પાસે કમંડલુ (પાણીનો ઘડો), ધનુષ્ય, તીર, કમળનું ફૂલ, અમૃત કળશ, ચક્ર, ગદા અને સિદ્ધિઓ (શક્તિઓ) અને ખજાનાનું દાન કરતી માળા છે. તેઓ સિંહ પર સવારી કરે છે. શાસ્ત્રો અનુસાર, માતા કુષ્માંડા સૂર્યમાં રહે છે. તેઓ સિંહ પર સવારી કરે છે. શાસ્ત્રો અનુસાર, માતા કુષ્માંડા સૂર્યમંડળના આંતરિક લોકમાં નિવાસ કરે છે, તેથી તેમનું તેજ સૂર્ય સમાન પ્રખર છે.

માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુનું વરદાન મળે છે. દેવીની કૃપાથી સાધકની બુદ્ધિ તેજ થાય છે અને સમાજમાં યશ તથા સન્માન વધે છે. આધ્યાત્મિક સાધકો માટે આ દિવસ 'અનાહત ચક્ર' જાગૃત કરવા અને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો