મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શા માટે જન્માષ્ટમી પર ફોડવામાં આવે છે દહી હાંડી? જાણો ઉજવવાની રીત અને કારણ

આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવ

શા માટે જન્માષ્ટમી પર ફોડવામાં આવે છે દહી હાંડી? જાણો ઉજવવાની રીત અને કારણ

આ વખતે 26 ઓગસ્ટ 2024ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરથી પાપ અને અધર્મનો નાશ કરવા માટે દરેક યુગમાં અવતાર લીધો છે. ત્યારે આજે અમે ભગવાનના કૃષ્ણ અવતારની જન્મજયંતિ કઈ રીતે ઉજવવી તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવવી

  • જન્માષ્ટમીના અવસર પર ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉપવાસ કરે છે અને ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરે છે. શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, તેથી જન્માષ્ટમીની મધ્યરાત્રિએ લડ્ડુ ગોપાલની મૂર્તિની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

  • ઘરમાં હાજર બાળ ગોપાલને સ્નાન કરાવવામાં આવે છે અને સુંદર વસ્ત્રો પહેરાવી ફૂલ ચઢાવવામાં આવે છે. પછી અગરબત્તીથી તેમની પૂજા કરવામાં આવે છે. માખણ, દૂધ અને દહીં ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, તેથી તેમાંથી બનાવેલ મીઠાઈ અર્પણ કરવામાં આવે છે, જે પછી દરેકને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

દહીં હાંડી કેમ અને કેવી રીતે ઉજવવી

  • જન્માષ્ટમીના દિવસે કેટલીક જગ્યાએ દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે, જેનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્ત્વ છે. દહીં હાંડીનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. કાન્હા બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને તેમને માખણ, દહીં અને દૂધ ખૂબ જ પસંદ હતા. તેથી તેઓ તેના મિત્રો સાથે ગામના ઘરોમાંથી માખણ ચોરી કરતા હતા અને એટલે જ એમનું એક નામ માખણચોર પડ્યું.

  • ગામની મહિલાઓ માખણના વાસણને ઊંચાઈ પર લટકાવતી હતી, જેથી કાન્હા તેની ચોરી ન કરી શકે. પરંતુ બાળ ગોપાલ અને તેના મિત્રો પિરામિડ બનાવીને વાસણમાંથી માખણ ચોરી લેતા હતા.
  • કૃષ્ણની આ બાબતને યાદ કરીને જન્માષ્ટમી પર માખણની હાંડી ઊંચાઈ પર લટકાવવામાં આવે છે. છોકરાઓ ડાન્સ કરતી વખતે પિરામિડ બનાવે છે અને પછી હાંડી સુધી પહોંચીને તેને ફોડી નાખે છે. આ પરંપરાને દહીં હાંડી કહેવામાં આવે છે, અને જે છોકરો ટોચ પર પહોંચે છે અને માટલી ફોડે છે તેને ગોવિંદા કહેવામાં આવે છે. આ તહેવાર શ્રીકૃષ્ણની બાળપણની તોફાનો અને મનોરંજક પ્રવૃત્તિઓનું પ્રતીક છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો